શોધખોળ કરો
વડોદરાઃ ખેતરમાંથી યુવકની રહસ્યમય હાલતમાં લાશ મળી આવતાં ખળભળાટ, કોણ છે આ યુવક?
અજાણ્યા પુરૂષની ખેતરમા લાશ જોતા ખેડૂતે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પુરૂષની ઓળખ માટે આસપાસના ગામોમા તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્રતિકાત્મક તસવીર.
વડોદરાઃ વાઘોડિયાના અંબાલી ગામે અજાણ્યા યુવકની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. બુટની દોરીનો ગાળીયો બનાવી ઝાડની ડાળીએ ફાંસો આપેલી હાલતમાં લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા. જોકે, શરીર પર અન્ય કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. ત્યારે યુવકે આત્મહત્યા કરી કે તેની હત્યા કરવામાં આવી તેનું રહસ્ય ઘેરાયું છે. અજાણ્યા પુરૂષની ખેતરમા લાશ જોતા ખેડૂતે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પુરૂષની ઓળખ માટે આસપાસના ગામોમા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ તપાસ પછી આ યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કરી છે કે તેની હત્યા કરવામાં આવી છે, તે તમામ વિગતો સામે આવશે.
વધુ વાંચો




















