Vadodara: વડોદરાની પારૂલ યુનિવર્સિટીના 2 વિદ્યાર્થીના તળાવમાં ડૂબી જવાથી મોત
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં B.E. Tech માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ 20 ફૂટ ઊંડા તળાવમા ડૂબ્યાં હતા
વડોદરાઃ વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં B.E. Tech માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ 20 ફૂટ ઊંડા તળાવમા ડૂબ્યાં હતા. મળતી જાણકારી અનુસાર, ગઇકાલે સાંજે પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પવલેપુર તળાવમા ન્હાવા ગયા હતા. અચાનક તેમને ડૂબતા જોઇ એક ખેડૂતે ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ઘટનાસ્થળેથી વિદ્યાર્થીઓના મોબાઈલ, કપડાં અને ચપ્પલ મળી આવ્યા હતા.. જો કે મોડી રાત સુધી વિદ્યાર્થીઓની શોધખોળ કરાઇ હતી. રેસ્ક્યૂ ટીમને અંતે બે મૃતદેહ મળી આવ્યા હતા. ડૂબી જનાર વિદ્યાર્થીઓ મૂળ આંધ્ર પ્રદેશ વતની હતા અને વડોદરામાં એક જ મકાનમાં ભાડે રહેતા હોવાની જાણકારી મળી છે. વિદ્યાર્થીઓના મૃતદેહને પારુલ યુનિવર્સિટી ખસેડાયા હતા. બે વિદ્યાર્થીઓના મૃત્યુથી યુનિવર્સિટી કેમ્પસમાં ગમગીની છવાઇ હતી.
Banaskantha: બનાસકાંઠામાં માતેલા સાંઢની જેમ આવેલા બાઈક સવારોએ બે બાળકોને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત
દાંતા તાલુકાના હડાદ નજીક અકસ્માત સર્જાયો છે. પુર ઝડપે જઇ રહેલા બે બાઈક ચાલકે શાળાના બે બાળકોને અડફેટે લેતા બંને બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. બાળકો હડાદ પાસે નવા વાસકાંઠના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત બાદ એક બાઈક ચાલક ઝડપાયો છે જ્યારે એક બાઈક ચાલક ફરાર થવામાં સફળ રહ્યો છે. અકસ્માતના પગલે બાળકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
અમરેલીમાં ભૂગર્ભ ગટરના સંપમાંથી અજાણ્યા સ્ત્રી પુરુષના મૃતદેહ મળી આવ્યા
ખાંભાના ધાતરવાડી નદીના પટ્ટમાં આવેલા ભૂગર્ભ ગટરના સંપમાંથી બે ડેડબોડી મળી આવતા અરેરાટી મચી ગઈ છે. ભગવતીપરા વિસ્તારમાં આવેલ ધાતરવાડી નદીના કાંઠે આવેલ ભૂગર્ભ ગટરના સંપમાં અજાણ્યા સ્ત્રી પુરુષની ડેડબોડી મળી આવતા ચકચાર છે. ઘટનાની જાણ થતા ખાંભા પોલીસ સ્ટાફ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનામાં મળી આવેલ સ્ત્રી પુરુષના મોતને અંદાજે 5 દિવસ જેટલો સમય વીતી ગયો હોવાનું પ્રાથમિક તારણ છે. બિનવારસી હાલતમાં મળી આવેલ ડેડબોડીની પોલીસ દ્વારા તાપસ હાથ ધરવામાં આવી છે.
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા આવ્યા એક્શનમાં
ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા એક્શનમાં આવ્યા છે. ચૈતર વસાવાએ અચાનક ડેડિયાપાડા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સૌને ચોકાવી દીધા હતા. સિવિલ હોસ્પિટલનું નિવિન બિલ્ડીંગ 2 વર્ષથી બની ગયું છે પરંતુ ઉદ્ઘાટનની રાહ જોવાઈ રહી છે. જો એક મહિનામાં નવી સિવિલ હોસ્પિટલના બિલ્ડીંગનું ઉદ્ઘાટન નહિ થાય તો લોકો દ્વારા ઉદ્ઘાટન કરી દેવામાં આવશે એવી ચીમકી ચૈતર વસાવાએ ઉચ્ચારી છે. જૂની સિવિલ હોસ્પિટલમાં સાધનોનો અભાવ સામે આવતા ધારાસભ્ય ચૈતન વસાવાએ હોસ્પિટલના સ્ટાફને સાધનો વસાવવા માટે અલ્ટીમેટમ આપ્યું છે. હોસ્પિટલમાં એક્સરે મશીન 1986ના મોડેલનું હોવાનું બહાર આવતા ધારાસભ્યએ એક અઠવાડિયામાં નવું મશીન લાવવા સૂચન કર્યું છે