શોધખોળ કરો

Vadodara : સરગવો તોડવા ઝાડ પર ચડેલા પુરુષનું વીજ કરંટ લાગતાં મોત, સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો

ગામના જ 50 વર્ષીય આધેડ એગ્રીકલચર ડીપીની બાજુમાં આવેલ સરગવાના ઝાડ પરથી સરગવો તોડતા હતા. સરગવાના ઝાડની બાજુમાં આવેલ ડીપીના જીવતા વીજ તારને અડી જતા 50 વર્ષીય આધેડને કરંટ લાગ્યો. 

વડોદરાઃ કરજણના ખેરડા ગામે સરગવો તોડવા જતા વીજ કરંટ લાગવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. કરજણના ખેરડા ગામની સિમમા આવેલ ટ્યુબવેલની બાજુમા એગ્રીકલચર ડીપી તેમજ સરગવાનું ઝાડ આવેલ છે. ત્યાં ગામના જ 50 વર્ષીય આધેડ એગ્રીકલચર ડીપીની બાજુમાં આવેલ સરગવાના ઝાડ પરથી સરગવો તોડતા હતા. સરગવાના ઝાડની બાજુમાં આવેલ ડીપીના જીવતા વીજ તારને અડી જતા 50 વર્ષીય આધેડને કરંટ લાગ્યો. 

50 વર્ષીય આધેડને સારવાર અર્થે કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કરજણ વિજ વિભાગની મોન્સૂન કામગીરી પર પ્રશ્નાર્થ છે. ત્યારે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. કરજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

Rajkot : પત્નીને અન્ય યુવક સાથે લફરું હોવાની પતિને થઈ શંકા ને પછી યુવક પાસે જે કરાવ્યું તે વાંચીને હચમચી જશો

રાજકોટઃ શહેરમાં અંધશ્રધ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સતના પારખાં કરાવવા યુવાનના હાથ ગરમ તેલમાં નંખાવ્યા હતા. યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પત્ની સાથે યુવાનને સંબંધ હોવાની શંકાએ પારખા કરાવ્યા. પતિએ પોતાની પત્ની સાથેના આડા સંબંધમાં સતના પારખા કરાવ્યા, ચાર શખ્સોએ યુવકનું અપહરણ કર્યું.

મહિલા સહિત ચાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. યુવકને અપહરણકર્તાઓએ કહ્યું હતું, જો તું સાચો હઈશ તો તને કંઈ જ નહિ થાય . માતાજીના મઢે તેલના તાવડામાં બળજબરી પૂર્વક યુવકનો હાથ નાંખવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકે જણાવ્યું હતું કે, મારા ગળા પર છરી રાખીને મારું અપહરણ કરવામાં આવ્યુ હતું. પછી મને માતાજીના મઢે લઈ ગયા હતા. અહીં ઉકળતા તેલમાં મારો હાથ નંખાવ્યો. હાથ બળી ગયો, તો મારી નાંખવાની વાત કરી હતી. જોકે, મેં યુવતી સાથે કોઈ આડાસંબંધ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓ માનવા તૈયાર નહોતા. તેમજ મારી નાંખવાની ધમકી આપતા હતા. 

જૂનાગઢમાં આ મહિલાને ભાજપે મેયર બનાવતાં જ કેમ થઈ ગયો ભડકો ? ભાજપના ક્યા પાંચ કોર્પોરેટરોનાં રાજીનામાં ? 

જૂનાગઢ : જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કર્યાના 24 કલાકમાં જ ભાજપમાં ભડકો થયો છે.  મેયરની વરણીને લઈ ભાજપમાં અસંતોષ બહાર આવ્યો છે અને પાંચ કોર્પોરેટરે તમામ પદો પરથી રાજીનામા  દેવાની જાહેરાત કરી છે. બ્રીજીશાબેન સોલંકી, જીવાભાઈ સોલંકી, વાલભાઈ આમછેડા, દિવાળીબેન પરમાર અને અશોકભાઈ ચાવડાએ તમામ પદો પરથી રાજીનામાં ધરી દેવાની જાહેરાત કરી છે.

જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગીતાબેન પરમારને મેયર બનાવતા વિવાદ થયો છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો બગડ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છ એસ.સી. સભ્યો પૈકી પાંચ દલિત અને એક વાલ્મિકી નગરસેવક હોવા છતાં દલિતને બદલે વાલ્મિકી નગરસેવકને મેયર બનાવતાં વિવાદ થયો છે.

દલિત સમાજના પાંચ સભ્યો રાજીનામા આપવા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહોંચ્યા છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંનવા પદાધિકારીઓ આજે પદગ્રહણ કરે ત્યારે પાંચ નગર સેવકોના રાજીનામાં પડશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહાનગરપાલિકાના નવા મેયરને લઈને ભાજપમાં પહેલેથી ઉકળતો ચરૂ હતો અને ગીતાબેન પરમારની પસંદગી થતાં આ અસંતોષ બહાર આવી ગયો છે.

ભાજપ દ્વારા સોમવારે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર તરીકે ગીતા બેન પરમાર, ડેપ્યુટી મેયર તરીકે ગિરીશ કોટેચાનું નામ જાહેર થયું હતું. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હરેશ પરસાણા, શાસક નેતા તરીકે કિરીટ ભીભા અને દંડક અરવિંદભાઈ ભલાણીના નામની જાહેરાત થઈ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Embed widget