શોધખોળ કરો

Vadodara: લગ્નની લાલચ આપી 20 વર્ષની યુવતીને પીંખનાર બિલ્ડરે કર્યું સરેન્ડર

વડોદરામાં યુવતી પર દુષ્કર્મ કેસમાં નવલ ઠક્કર પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે

વડોદરામાં યુવતી પર દુષ્કર્મ કેસમાં નવલ ઠક્કર પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. મળતી જાણકારી અનુસાર, આરોપી બિલ્ડર નવલ ઠક્કરે યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. જેથી બે દિવસ પહેલા યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી પરંતુ ફરિયાદ બાદ હતો બિલ્ડર નવલ ઠક્કર ભૂગર્ભમાં ઉતરી ગયો. પરંતુ હાલ નવલ ઠક્કર હાજર થતા અટકાયત કરવામાં આવી છે. જેપી રોડ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદની તપાસ ગોત્રી પોલીસને સોંપવામાં આવી છે.

નોંધનીય છે કે નવલ ઠક્કર પરિણીત અને એક સંતાનનો પિતા છે. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન પોતાનાથી અડધી ઉંમરની યુવતીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. 

અગાઉ પણ નવલ ઠક્કરને યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવા છતાં સંપર્ક ચાલુ રાખતા આખરે યુવતીના પિતાએ નવલ ઠક્કર વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. દુષ્કર્મનો કેસ નોંધાતા નવલ ઠક્કર ભૂગર્ભ માં ઉતરી ગયો હતો.

આ અંગેની વધુ વિગતો એવી છે કે, બિલ્ડરે 20 વર્ષીય યુવતીને લગ્નની લાલચ આપી પોતાના ઘરે અવાર-નવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. બિલ્ડરે યુવતીના ન્યૂડ ફોટા પાડી લીધા હતા અને પિતા વિરુદ્ધ લેટર પણ લખાવી લીધી હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ્ડર છેલ્લા એક વર્ષથી ફરિયાદીના ઘરે આવતો હતો. દરમિયાન તેણે યુવતી પર નજર બગાડી હતી. પિતાને છ મહિના પહેલા આશંકા જતાં તેમણે બિલ્ડરને પોતાના ઘરે આવવાની ના પાડી દીધી હતી. તેમજ દીકરી સાથે સંપર્ક ન રાખવા પણ કહી દીધું હતું. 

જોકે, બિલ્ડર યુવતી સાથે મોબાઇલ પર વાત કરતો હતો. તેમજ યુવતી ટ્યુશન ક્લાસ જાય તો ત્યાંથી કારમાં બહાર લઈ જતો હતો. આ અંગે પિતાને 15 દિવસ પહેલા જાણ થતાં તેઓ ચોંકી ગયા હતા. તેમણે સમાજના લોકોને સાથે રાખી બિલ્ડરના ઘરે જઈ દીકરી સાથે સંબંધ ન રાખવા સમજાવ્યો હતો. આ સમયે બિલ્ડરે ફરિયાદીની દીકરી સાથે ખરાબ સંબંધ ન હોવાનું જણાવ્યું હતું તેમજ હવે પછી તેની સાથે વાત નહીં કરે તેમ કહ્યું હતું. 

દરમિયાન બે દિવસ પહેલા યુવતીના પિતાને દીકરીનો મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે પૂછતાં બિલ્ડરે મોબાઇલ લઈ આપ્યો હોવાનું જણાવ્યું હતું. મોબાઇલ તપાસતા દીકરીના અશ્લીલ ફોટો હતા. જે જોઈ પિતા ચોંકી ગયા હતા. આ સિવાય દીકરીએ પિતા વિરુદ્ધ એક લેટર લખ્યો હતો, જેનો ફોટો પણ પિતાને મળી આવ્યો હતો. જેથી પિતાએ આ અંગે પૂછપરછ કરતાં બિલ્ડર છેલ્લા છ મહિનાથી લગ્નની લાલચ આપી તેના મકાને લઈ જઈ પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. તેણે પોતાની સેફ્ટી માટે લેટર પણ લખાવ્યા હોવાનું પિતાને જણાવ્યું હતું. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget