(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: વકીલે બારમા ધોરણમાં ભણતી છોકરીને પોતાની સાથે શરીર સુખ માણવા કહ્યું, છોકરી તાબે ના થતાં..........
યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે કે, 2015થી તે એડવોકેટના સંપર્કમાં છે. આ એડવોકેટ વકીલાતની સાથે સાથે ગોત્રીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં પૂજારી તરીકે પણ કામ કરે છે. યુવતીએ કહ્યું છે કે, હું 2015માં બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારી સ્કૂલની સામે જ વકીલ રહેતો હોવાથી તેના સંપર્કમાં આવી હતી. વકીલ મારા ઘરે આવ જા કરતો હતો અને ઘરમાં કોઇ હાજર ના હોય તો તે મારી સાથે શારીરિક છૂટછાટ પણ લેતો હતો.
વડોદરા: વડોદરામાં 70 વર્ષના સિનિયર એડવોકેટ અને મંદિરમાં પૂજારીએ 41 વર્ષ નાની જુનિયર મહિલા વકીલ યુવતી સાથે વીડિયો કોલ પર વર્ચ્યુઅલ સેક્સ માણીને તેની વીડિયો ક્લિપ ઉતારી એ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 29 વર્ષની યુવતીની નગ્નાવસ્થામાં ઉતારેલી આ ક્લિપ વકીલની પત્નિએ વાયરલ કરી દેતાં આઘાત યુવતીએ વકીલ કમ પૂજારી તથા તેની પત્નિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ પોલીસ ફરિયાદ કરી છે કે, 2015થી તે એડવોકેટના સંપર્કમાં છે. આ એડવોકેટ વકીલાતની સાથે સાથે ગોત્રીમાં આવેલા બહુચર માતાજીના મંદિરમાં પૂજારી તરીકે પણ કામ કરે છે. યુવતીએ કહ્યું છે કે, હું 2015માં બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે મારી સ્કૂલની સામે જ વકીલ રહેતો હોવાથી તેના સંપર્કમાં આવી હતી. વકીલ મારા ઘરે આવ જા કરતો હતો અને ઘરમાં કોઇ હાજર ના હોય તો તે મારી સાથે શારીરિક છૂટછાટ પણ લેતો હતો.
યુવતીનો આક્ષેપ છે કે, વકીલ મારી સાથે શરીર સુખ માણવા પણ માગતો હતો પણ હું તેના તાબે થતી ન હતી એટલે મારા પિતા અને ભાઇને મારી નાખવાની ધમકીઓ આપીને એડવોકેટ મારી સાથા વીડિયો કોલ મારફતે વર્ચ્યુઅલ સેક્સ માણતો હતો. આ રીતે વકીલ છેલ્લા પાંચ છ વર્ષથી મારી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણી રહ્યો છે. વકીલ વીડિયો કોલ કરીને નગ્ન થવાની માગણી કરતો હતો અને પછી વર્ચ્યુઅલ સેક્સ માણતો હતો. યુવતીનો આક્ષેપ છે કે, આ પ્રકારની પોતાની નગ્નવસ્થાની અનેક ક્લિપ વકીલે બનાવી છે.
વીડિયો ક્લિપ વાયરલ થયા બાદ યુવતી અને તેના સંબંધી વકીલના મંદિર ખાતે પહોંચ્યા હતા. વકીલે કહ્યું હતું મારી પત્નીએ વીડિયો યુવતીના પતિના મોબાઇલ પર મોકલ્યો છે. એડવોકેટ યુવતીએ વકીલનો મોબાઇલ જપ્ત કરી લીધો હતો અને મોબાઇલ ગોત્રી પોલીસને સોંપ્યો છે. પોલીસે આ મોબાઇને એફએસએલમાં મોકલ્યો છે જેથી જાણી શકાય કે આ મોબાઇલમાં કેટલી વીડિયો ક્લીપ છે.