વડોદરાઃ કલોલના યુવકે રૂપિયા લેવા આવેલી યુવતીને નિર્જન સ્થળે લઈ જઈ પરાણે કારમાં જ માણ્યું શરીર સુખ ને પછી...........
યુવક યુવતીના પતિનો મિત્ર હતો ને બે સંતાનની માતા એવી યુવતીને રૂપિયા 15 હજાર આપવા માટે વડોદરા પાસેના દશરથ નજીક બોલાવી હતી.
વડોદરાઃ વડોદરાની બે સંતાનની માતા એવી યુવતીને નિર્જન સ્થળે લઈ જઈને કારમાં તેની સાથે પરાણે શરીર સુખ માણનારા યુવકને પોલીસે પકડી લીધો છે. આ યુવક યુવતીના પતિનો મિત્ર હતો ને બે સંતાનની માતા એવી યુવતીને રૂપિયા 15 હજાર આપવા માટે વડોદરા પાસેના દશરથ નજીક બોલાવી હતી. એ પછી તે યુવતીને કારમાં અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. કારમાં જ તેણે યુવતી સાથે પરાણે શરીર સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દુષ્કૃત્ય આચરનાર કલોલના યુવકને છાણી પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે પીડિતા અને આરોપી બંનેનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર શહેરના ભાયલી વિસ્તાર નજીક રહેતી પરિણીતાના પતિના કહેવાથી કલોલનો આ યુવક 15 હજાર રૂપિયા આપવા માટે વડોદરા આવ્યો હતો. આરોપી યુવકે પરિણીત યુવતીને નાણાં લેવા માટે વડોદરા પાસેના દશરથ ખાતે બોલાવી હતી. યુવતી પોતાનાં બંને સંતાનો સાથે એક્ટિવા લઈને ગઈ હતી.
કારમાં આવી પહોંચેલા યુવકે પરિણીતાનાં બંને બાળકોને એક્ટિવા પર બેસાડીને રવાના કરીને કારમાં પરિણીતાને એટીએમ સેન્ટર પર લઈ જવાના બહાને નિર્જન જગ્યાએ લઈ ગયો હતો. આ જગાએ તેણે યુવતી સાથે કારમાં જ પરાણે શરીર સુખ માણ્યું હતું. ત્યાર બાદ તે ભાગી ગયો હતો. યુવતીએ પોલીસમાં ફરિયાદ કરીને યુવકને પકડવા માટે પોલીસની મદદથી છટકું ગોઠવ્યું હતું પણ યુવક પોલીસ પકડે એ પહેલાં ભાગી છૂટ્યો હતો.
આ ઘટના અંગેની ફરિયાદ છાણી પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે શનિવારે કલોલથી યુવકને ઝડપી લીધો હતો. પોલીસે શુક્રવારે પરિણીતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. જ્યારે શનિવારે પોલીસે આરોપી યુવકને હોસ્પિટલમાં લઈ જઈ મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું. બીજી તરફ પોલીસે જે કારમાં યુવકે બળાત્કાર ગુજાર્યો હતો તે કાર જપ્ત કરી હતી. પોલીસે આરોપીનો કોરોના ટેસ્ટ કરાવી તેની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે. જે કારમાં યુવકેદુષ્કર્મ આચર્યું હતું તે કાર જપ્ત કરી પોલીસે તપાસ હાથ ધરી છે.