Vadodara : નીંદર માણી રહેલા પુત્રને માતાની નજર સામે જ કુહાડીના ઘા મારીને પિતા પતાવી દીધો ને પછી....
વાઘોડિયા પોલીસે હત્યારા પિતાને શોઘવા ચાર ટીમ બનાવી હતી અને વડોદરા બાયપાસ પાસેના ખેતરમા છુપાયેલ પિતાને દબોચી લેવાયો છે. વાઘોડિયા પોલીસે હત્યારા પિતાની પુછપરછ આરંભી છે.
વડોદરાઃ વાઘોડિયાના કોટંબી ગામે પિતાએ પુત્રની કુહાડીના ઘા મારીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. સાંજે જમતી વખતે પિતા કનુભાઈ ભરતભાઈ પરમાર (ઉં.વ.55) અને પુત્ર રાકેશ વચ્ચે સામાન્ય બોલાચાલી થતાં ઊશ્કેરાયેલ રાકેશે બાપને બે ચાર લાત મારી દીધી હતી. પિતાએ લાતની અદાવત રાખી રાત્રીના બારેક વાગ્યે પુત્રને કુહાળીના ઘા માર્યા હતા.
નિંદર માણતા પુત્ર રાકેશને કુહાળીના ચાર- પાંચ ઘા મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. પુત્રનુ ઢીમ ઢાળી પિતા ફરાર થઈ ગયા હતા. જોકે, વાઘોડિયા પોલીસે હત્યારા પિતાને શોઘવા ચાર ટીમ બનાવી હતી અને વડોદરા બાયપાસ પાસેના ખેતરમા છુપાયેલ પિતાને દબોચી લેવાયો છે. વાઘોડિયા પોલીસે હત્યારા પિતાની પુછપરછ આરંભી છે.
ગત સાંજે કનુભાઈ પરિવાર સાથે જમવા બેઠા હતા. જમતી વખતે પુત્ર રાકેશ (ઉં.વ.25) ને પિતા સાથે સામાન્ય બોલાચાલી થતા રાકેશે પિતાને ત્રણ ચાર લાત મારી દિઘી હતી. રાત્રીના લગભગ સાડાબાર વાગ્યે પિતા કનુભાઈએ સુતેલા પુત્રના ગળાના ભાગે ચાર-પાંચ કુહાડીના ઘા ઝીંકી દેતા પુત્ર લોહિના ખાબોચીયામા તરફડી મોતને ભેટ્યો હતો.
આ ઘટનામા પતિને પુત્રને મોતને ઘાટ ઊતારતો જોઈ પત્ની અવાક્ બની પતીને જોઈ રહિ હતી. પતિએ તમે સુઈ જાઓ કહિ ફરાર થયો હતો. ઘટના અંગે વાઘોડિયા પોલીસને જાણ થતા પોલીસે ચાર ટીમો બનાવી આરોપી પિતાને વડોદરા બાયપાસ પાસેથી ઝડપી પાડી પુછપરછ આરંભી છે. માત્ર સામાન્ય બોલાચાલીમા પુત્રએ મારેલી લાતની અદાવતે પિતાએ કુહાળીના ચાર થી પાંચ ઘા ઝીંકી નિંદર માણતા પુત્રને ચિર નિંદ્રામા પોઢાવી દિઘો હતો.
અન્ય એક ઘટનામાં પાલનપુરના ધાણધા ગામે પત્ની રિસાઈને પિયર જતા પિતાએ માસૂમ પુત્રીને કૂવામાં ફેંકી દીધી હતી. કૂવામાં ફેંકેલી 12 માસની પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છએ. પાલનપુર તાલુકા પોલીસ મથકે પત્નીએ પતિ રમેશ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગતો એવી છે કે, અમીરગઢના થળા ગામના ઉર્મિલાબેન ચૌહાણ અને પતિ રમેશ ચૌહાણ વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. દરમિયાન ગઈ કાલે શુક્રવારે પતિ-પત્ની વચ્ચે ફરીથી તકરાર થતાં ઉર્મિલાબેન 12 માસની દીકરીને લઈ બહેનના ઘરે આવી ગયા હતા. બીજી તરફ પતિ રમેશ પણ ત્યા આવી ગયો હતો અને મારી દીકરી મને આપી દે તેમ કહી દીકરીને લઈને જતો રહ્યો હતો.
ખૂદ પિતાએ જ માસુમ દીકરીને કૂવામાં ફેંકી દેતા આખા ગામમાં ચકચાર મચી ગઈ હતી. હાલમાં બાળકીને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં બાળકીની માતા અને તેના બહેન બનેવી સહિતના આવી પહોંચ્યા હતા અને દીકરીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જે હાલમાં સારવાર હેઠળ છે. આ બાબતે પાલનપુર તાલુકા પોલીસ મથકે ઉર્મિલાબેને તેમના પતિ રમેશભાઈ ધનાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.