Vadodara: વડોદરામાં ફરી બે કોમો વચ્ચે અથડામણ, સામાન્ય બોલાચાલી બાદ એકબીજા પર ફેંક્યા પથ્થર
ગુજરાતમાં ફરી એકવાર અથડામણની મોટી ઘટના ઘટી છે. ગઇ રાત્રે વડોદરા શહેરમાં બે કોમો વચ્ચે ઘર્ષણ બાદ અથડામણની ઘટના ઘટી છે
Vadodara: ગુજરાતમાં ફરી એકવાર અથડામણની મોટી ઘટના ઘટી છે. ગઇ રાત્રે વડોદરા શહેરમાં બે કોમો વચ્ચે ઘર્ષણ બાદ અથડામણની ઘટના ઘટી છે, જોકે બાદમાં પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો.
ગઇ મોડી રાત્રે વડોદરા શહેરના ન્યાય મંદિર અને સાધના ટૉકીઝ વિસ્તાર નજીક અચાનક બે કોમ વચ્ચે પથ્થરમારો થયો હતો. માત્ર સામાન્ય બોલાચાલી બાદ બે કોમોના ટોળા આમને સામને આવી ગયા હતા, અને પહેલા ઘર્ષણ થયુ અને બાદમાં અથડામણની ઘટના બની હતી, બોલાચાલીની ઘટના બાદ મામલો એટલે હદ સુધી વણસી ગયો કે બન્ને કોમો વચ્ચે એકાએક પથ્થરમારો શરૂ થઇ ગયો હતો અને નાસભાગ મચી ગઇ હતી. જોકે, બાદમાં તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચતા જ ટોળો વિખેરાઇ ગયુ હતુ. પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો અને તોફાની તત્વોની શોધખોળ શરૂ કરી દીધી હતી.
ટ્રકમાંથી પેપર ગ્લાસની વચ્ચે છુપાવેલો ઈંગ્લિશ દારૂ, બીયરનો જથ્થો ઝડપાયો
રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે કોઈને કોઈ ખૂણેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. વડોદરા શહેર પીસીબી પોલીસે તરસાલી બાયપાસ પર બાતમીના આધારે ઇંગ્લિશ દારૂનો ઝડપી પાડ્યો હતો. ટ્રક સાથે ઇંગ્લિશ દારૂનો જથ્થો તથા બે આરોપીઓની અટકાત કરી, મુદામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેર પીસીબીને બાતમી મળી હતી કે એક ટ્રક તરસાલી બાયપાસથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ વડોદરા શહેરમાં પ્રવેશ કરવાની છે. જે બાદ પીસીબી પોલીસ સ્ટાફ તરસાલી બાયપાસ પર ઉભા હતા તે દરમિયાન Gj-31-T-4614 નંબરનો ટ્રક આવતા ટ્રકને ઊભો રખાવ્યો હતો. જે બાદ તપાસ કરતા ટ્રકમાં પેપર ગ્લાસમાં વચ્ચે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ટ્રક, ઈંગ્લિશ દારૂ તથા બિયરનો જથ્થો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ હાથ ધરી હતી.
રેતીના ઢગલામાં છુપાવી રાખેલ બીયરનો જથ્થો મળ્યો
વડોદરાના સાવલી તાલુકાના મોકસી ગામમાં આવેલ માળી વગામાં કપિલા ઉર્ફે કોકી બુધાભાઈ માળી દારૂનો ધંધો કરે છે તેવી બાતમીના આધારે ભાદરવા પોલીસે ગઈ સાંજે તેના ઘેર રેડ કરી હતી. પોલીસે ઘરમાં અનેક જગ્યાએ તપાસ કરવા છતાં દારૂનો જથ્થો મળ્યો ન હતો દરમ્યાન ઘર પાસે રેતીના ઢગલામાં તપાસ કરતા રેતીના ઢગલામાં છુપાવી રાખેલ બિયરના 195 ટીન મળ્યા હતા. બિયરનો જથ્થો મળતા પોલીસે કપિલા ઉર્ફે કોકીની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા બિયરનો જથ્થો રાજુ માળી આપી ગયો હોવાની કબુલાત કરી હતી. પોલીસે બિયરનો જથ્થો કબજે કરી રાજુ માળીની શોધખોળ હાથ ધરી છે. મકરપુરા પોલીસને માહિતી મળી હતી કે,તરસાલી પ્રથમ પેરેડાઇઝ સોસાયટી હાઇ ટેન્શન રોડ પર એક આરોપી મોપેડની ડીકીમાં વિદેશી દારૃની બોટલ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.જેથી,પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા આરોપી પરેશ જીતેન્દ્રભાઇ પટેલ (રહે.હિંમત નગર, તરસાલી) મળી આવ્યો હતો.તેના મોપેડની ડીકી ખોલતા તેમાંથી વિદેશી દારૃની ૪ બોટલ મળી આવી હતી.આરોપી દારૃ ક્યાંથી લાવ્યો હતો ? કેટલા સમયથી વેચાણ કરતો હતો ? કયા ગ્રાહકોને વેચી રહ્યો છે.તે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે, આરોપી આ રીતે દારૃનું વેચાણ કરી રહ્યો હોવાનો વીડિયો પણ કોઇએ ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.વીડિયો ઉતારનાર શખ્સની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.