શોધખોળ કરો

Vadodara : કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ છે. રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો.

Vadodara : વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ છે. રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. નવરાત્રીના બેનરો પર આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિન્દૂ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને સ્થાનિકોએ ચિમકી આપી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. 

Vadodara : કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ વ્યકત કરી આશંકા . એરપોર્ટ અને સભાસ્થળે કેજરીવાલના વિરોધનો ભાજપે તખ્તો ગોઠવ્યો હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાથી ભાજપ ને ડર હોવાનો ગોપાલ ઇટાલિયાનો આરોપ. ગોપાલ ઈટાલીયાએ ટ્વીટ કરી લગાવ્યો આરોપ.

Vadodara : કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ-આપના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

Vadodara : કેજરીવાલ-માનના રોડ શો પહેલા શહેરમાં લાગ્યા વિરોધી પોસ્ટ, 'હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ઇશ્વર માનીશ નહીં'
વડોદરાઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જોકે, તેમના ગુજરાત પ્રવાસ પહેલા જ પોસ્ટર વોર છેડાયું છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ સહિત અનેક જગ્યાએ આમ આદમી પાર્ટી વિરુદ્ધના પોસ્ટર લાગ્યા છે. આજે કેજરીવાલ અને ભગવંત માનની શહેરમાં રેલી યોજાશે. જોકે આપના દિલ્હી સરકારના કેબિનેટ મંત્રીએ હિન્દૂ ધર્મના દેવી દેવતાઓની પૂજા નહીં કરવા લોકોને શપથ લેવડાવતા વિવાદ થયો હતો. શહેરમાં સુરસાગર, ગાંધીનગર ગૃહ, અમિત નગર ચાર રસ્તા સહિત ની જગ્યાએ પોસ્ટર લાગ્યા છે.  પોસ્ટર કોણે લગાવ્યા તે સવાલ ઉભો થયો છે.

વડોદરામાં આજે આપની તિરંગા યાત્રા યોજાશે. આપના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ અને પંજાબ ના મુખ્ય મંત્રી ભગવત માન પણ જોડાશે. આપ પાર્ટી દ્વારા સાંજે 4 કલાકે ભગતસિંહ ચોક ખાતેથી યાત્રાની કરશે શરૂઆત. વડોદરાની 5 એ વિધાનસભામાંથી કાર્યકરો જોડાશે. 

સુરત : AAP નેતા રાજેન્દ્ર પાલના વાયરલ વિડીયો બાદ રાજકારણ ગરમાયું છે. સુરતમાં અરવિંદ કેજરીવાલ હિન્દુ વિરોધી હોવાના લાગ્યા પોસ્ટરો. સિટી વિસ્તારમાં લગાવામાં આવ્યા બેનરો. અરવિંદ કેજરીવાલના ફોટો સાથે મોટા પોસ્ટરો લગાવામાં આવ્યા છે. રાજકોટમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લાગ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મુસ્લિમ ટોપી પહેરાવી બેનરમાં ફોટો છાપ્યો છે. ગઈ કાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માંતરણનો વીડિયો વાયરલ થયો હતો. કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું. આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. રાજકોટમાં ચૂંટણી પહેલાં બેનર-પોસ્ટર યુદ્ધ શરૂ.

ગાંધીનગરમાં કેજરીવાલ વિરુદ્ધના બેનરો લાગ્યા છે. સરગાસણ ચોકડી પાસે લાગ્યા બેનર. હિન્દુ હિત રક્ષક સમિતિએ હું હિન્દુ ધર્મને પાગલપન માનું છુંના લગાવ્યા બેનર. ગાંધીનગરથી અમદાવાદ જતા માર્ગ પર હિન્દુ હિત રક્ષક સમિતિ લગાવ્યા બેનર.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન  8 અને 9 ઓક્ટોમ્બર ગુજરાતની મુલાકાતે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના ૪ સ્થળે જનસભા ને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભા ને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો આ મહિનાની બીજી મુલાકાત. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન એ ૧ અને ૨ ઓક્ટોમ્બર ગુજરાત ની મુલાકાતે આવ્યા હતા. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઑક્ટોબર મહિના ની પેહલી મુલાકાતે ૪ જનસભા ને સંબોધિત કરી હતી. ૧ અને 2 ઓક્ટોમ્બરે ગાંધીધામ, જુનાગઢ, ખેડબ્રહ્મા , સુરેન્દ્રનગર જનસભાને સંબોધિત કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget