(Source: ECI/ABP News/ABP Majha)
Vadodara: નશામાં BMW કાર ચલાવતાં યુવકે બાઇક સવાર દંપત્તિને લીધું અડફેટે, પતિની નજર સામે જ પત્નીનું કરૂણ મોત
Vadodara News: અકોટા પેટ્રોલ પંપ પાસે રવિવારે મોડી રાત્રે અકસ્માત થો હતો. કારચાલક સ્નેહલ પટેલ સહિત 4 ની જેપી રોડ પોલીસે ધરપકડ કરી હતી.
Vadodara: વડોદરા શહેરમાં દારૂ પીને મિત્રની બી એમ ડબલ્યુ કાર લઈને નીકળેલા ચાર મિત્રોએ બાઈક સવાર દંપતિને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું. અકોટા પેટ્રોલ પંપ પાસે રવિવારે મોડી રાત્રે અકસ્માત થો હતો. કારચાલક સ્નેહલ પટેલ સહિત 4 ની જેપી રોડ પોલીસે ધરપકડ કરી હતી. અકોટા વિસ્તારના સિધરા એપાર્ટમેન્ટ ખાતે રહેતા અયાજ અહેમદ શેખ અને પત્ની શાહીન બાઈક પર પસાર થતા હતા ત્યારે બીએમડબલ્યુ કારના ચાલકે તેમને ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે મહિલા શાહીનનું મૃત્યુ થયું હતું.
અમદાવાદના કાલુપુરમાં ભર બપોરે યુવકને છરીના ઘા ઝિંકી પતાવી દીધો
અમદાવાદમાં કાયદા-કાનૂન વ્યવસ્થા કથળી છે. શહેરના કાલુપુર વિસ્તારમાં સોમવારે ભરબજારમાં યુવકને તલવાર-છરીના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. આ અંગે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રિક્ષામાં ત્રણ શખ્સ જતા હતા ત્યારે પાછળ રિક્ષામાં આવેલા શખ્સોએ પહેલા રિક્ષા પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. જેથી રિક્ષામાં બેઠેલા ત્રણેય શખ્સ ભાગ્યા હતા. તેનો પીછો કરીને આરોપી સાદિક હુસેન અને લીયાકત હુસેને ભેગા મળીને તીક્ષ્ણ હથિયારો વડે પાંચકુવા પાસે જાહેરમાં સબાન અલી મોમીનને ઘા માર્યા હતા. સબાનઅલીને VS હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ફરિયાદી મોહમ્મદ ફૈઝાન અતરવાલા, મૃતકનો માસિયાઈ ભાઈ છે. ફરિયાદીના ભાઈ કાસીમહુસેનને પણ તલવારના ઘા મરાયા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે લગ્ન પ્રસંગમાં જમવાની બાબતમાં ટોકવા જેવી બાબતમાં મનદુઃખ રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો.
સીટીએમમાં ડબલ ડેકર બ્રિજ પરથી યુવતીએ લગાવી છલાંગ
સીટીએમ પાસેના ડબલ ડેકર ઓવરબ્રિજ ઉપરથી ગઈકાલે બપોરે અજાણી યુવતીએ છલાંગ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ કૂદકો માર્યો હતો.ગંભીર હાલતમાં યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ કેસની વિગત એવી છે કે પૂર્વ વિસ્તારમાં ખોખરાથી સીટીએમ તરફ જતા ઓવરબ્રિજ ઉપર ગઈકાલે બપોરે એક યુવતીએ અગમ્ય કારણોસર ડબલ ડેકર ઓવર બ્રિજ ઉપરથી કૂદકો મારતી હોવાની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થયું હતું. લોકો બચાવવા જાય તે પહેલા યુવતીએ બ્રિજ ઉપરથી છલાંગ મારી હતી જેથી શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ આવી પહોચી હતી અને સ્થળ પર સારવાર કરીને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે હોસ્પિટલમાં પહોચીને યુવતીના નિવેદન લઇને કાયકેસરની કાર્યવાહી હાથ ધરવાની કવાયત શરુ કરવામાં આવી છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગૃહ કલેશના કારણે મહિલાના આપઘાતના બનાવો વધી રહ્યા છે