શોધખોળ કરો
IIIT વડોદરા ચેરપર્સન પદેથી ચંદા કોચરે આપી દીધું રાજીનામું
ચંદા કોચર અને તેમના પતિ સાથે મની લોન્ડરિંગ મામલે ઈ.ડી દ્વારા તેના પતિની મુંબઇ સ્થિત સંપત્તિ ટાંચમાં લીધી ત્યાર બાદ ચંદા કોચરે IIIT વડોદરાનાં ચેરપર્સનના પદ પરથી રાજીનામું આપી દીધું

વડોદરા: વડોદરા પાસે આવેલી પાર્લામેન્ટ્રી એક્ટ અંતર્ગત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી (IIIT)ની સ્થાપના કરવામાં આવી છે. સંસ્થાનાં ચેરપર્સન તરીકે વર્ષ 2016માં ચંદા કોચરને નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી ચંદા કોચર વિવાદમાં સપડાયેલા જોવા મળી રહ્યાં છે.
ચંદા કોચર અને તેમના પતિ સાથે મની લોન્ડરિંગ મામલે ઈ.ડી દ્વારા તેના પતિની મુંબઇ સ્થિત સંપત્તિ ટાંચમાં લીધી ત્યાર બાદ ચંદા કોચરે IIIT વડોદરાનાં ચેરપર્સનના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. IIIT વડોદરા સ્થાપના કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત 18 IIIT અંતર્ગત કરવામાં આવી હતી. જેને પીપીપી ધોરણે ભંડોળ ભેગું કરીને તૈયાર કરવામાં આવી હતી.
IIIT વડોદરાના વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે તેમનો અભ્યાસ આગળ ધપાવી રહ્યા છે. વડોદરામાં આઈ.આઈ.આઈ.ટી.ના નિર્માણ માટે જગ્યાની ફાળવણી સહિતની પ્રાથમિક કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
