VADODARA : કોરોના અને સ્વાઈન ફ્લૂ સાથે દૂષિત પાણીને કારણે ઝાડા-ઉલટી અને તાવના કેસો પણ વધ્યા
VADODARA NEWS : શહેરની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં રોજ 2000 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.
VADODARA : વડોદરા શહેરમાં કોરોના અને સ્વાઇન ફલૂના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે દૂષિત પાણીની સમસ્યાને કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે, જેને લઈને હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો
વડોદરા શહેરમાં સ્વાઇન ફલૂ અને કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ નો ધીરે ધીરે વધારો જોવા મળી રહ્યો છે, શહેર ની સયાજી હોસ્પિટલ, નરહરિ હોસ્પિટલ અને જમનાબાઈ ત્રણે સરકારી હોસ્પિટલ દર્દીઓ વધી રહ્યા છે, સરકારી ચોપડે અલગ આંકડા જોવા મળી રહ્યા છે, કેમકે ખાનગી હોસ્પિટલ ના આંકડા જાહેર કરવામાં આવી રહ્યા નથી,
તાવ અને ઝાડા-ઉલટીના કેસો પણ વધ્યા
વરસાદ બાદ ઓપીડી શરદી-ખાંસી, તાવ, ઝાડા-ઉલટીના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે બીજી તરફ 32 અર્બન હેલ્થ સેન્ટરમાં રોજની 80 થી વધુ જેટલા દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા રોગચાળાના આંકડામાં માત્ર 300 અને ઝાડા ઉલટીના 66 દર્દી બતાવ્યા છે.પરંતુ હકીકત એ છે કે શહેરની સયાજી હોસ્પિટલની ઓપીડીમાં રોજ 2000 જેટલા દર્દીઓ આવી રહ્યા છે.
એસ.એસ.જી હોસ્પિટલ ના સુપરિટેનડેન્ટ ડો.રંજન ઐયર કઈ અલગ જ ચિત્ર બતાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે વરસાદને પગલે દર્દીઓ વધ્યાં છે જેમાં ખુલ્લો ખોરાક ખાવાથી અથવા દૂષિત પાણીને પગલે ઝાડા- ઉલટી, તાવના દર્દીઓ જોવા મળ્યા છે. હાલ સરકારી હોસ્પિટલમાં અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને દૈનિક 800 જેટલા જ દર્દીઓ ઓપીડીમાં દવા લેવા આવી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,561 કેસ નોંધાયા
દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય (12 ઓગસ્ટ) દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ સંક્રમિતના 16,561 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 18,053 લોકો આ રોગમાંથી સ્વસ્થ થયા છે અને 1,23,535 સક્રિય કેસ નોંધાયા છે.
તે જ સમયે, ગઈકાલની તુલનામાં આજે પોઝિટિવ આવેલા લોકોની સંખ્યામાં લગભગ 200 દર્દીઓનો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, ગઈકાલે (11 ઓગસ્ટ) દેશમાં 16,299 નવા કેસ નોંધાયા હતા. તે પહેલા 9 ઓગસ્ટે દેશમાં સંક્રમિત લોકોના 12,751 કેસ હતા. 8 ઓગસ્ટના રોજ 16167 નવા કેસ, 7 ઓગસ્ટના રોજ 18,738 નવા કેસ, 6 ઓગસ્ટના રોજ 19,406 નવા કેસ, 4 ઓગસ્ટના રોજ 19,893 નવા કેસ અને 3 ઓગસ્ટના રોજ 17,135 નવા કેસ નોંધાયા છે.