શોધખોળ કરો

Vadodara: ગુજરાતમાં ચૂંટણી પહેલા રાજસ્થાનથી આવતી દારૂની આખી ટ્રક ઝડપાઈ, જાણો વિગત

Vadodara News: વાઘોડિયાના આંબલીયારા પાસે વડોદરા LCBએ આ કામગારી કરી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની 985 નંગ પેટી ઝડપાઈ છે.

Vadodara News: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીમાં મતદારોને રિઝવવા દારૂની રેલમછેલ થાય તે પહેલા જ વડોદરા એલસીબીને મોટી સફળતા મળી છે.  વડોદરા હાલોલ ટોલનાકા રોડ પરથી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ છે. વાઘોડિયાના આંબલીયારા પાસે વડોદરા LCBએ આ કામગારી કરી હતી. ટ્રકમાંથી વિદેશી દારૂની 985 નંગ પેટી ઝડપાઈ છે. રૂપિયા 69,26000 નો મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરવામાં આવી હતી. એલસીબી ટીમે રાજસ્થાનથી ગુજરાતમા વિદેશી દારૂ ચૂંટણી સમયે ઠાલવવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો.

સુરતમાં ચોથા માળેથી પટકાતા બે પિતરાઈ ભાઇઓના મોત

સુરતના અમરોલીમાં ચોથા માળેથી નીચે પટકાતા બે પિતરાઇ ભાઇઓના કરૂણ મોત નિપજ્યાં છે. કેવી રીતે બની સમગ્ર ઘટના જાણીએ. સુરતના અમરોલીમાં  ચાર માળની બિલ્ડિંગની ટેરેસ પર હવા ખાવા માટે બંને પિતરાઇ ભાઇઓ  ગયા હતા, અહીં બંને ટહેલતા હતા. બાદ બંને ટેરેસી  પાળી પર  બેસીને વાતો કરતા હતા. પરંતુ  બંને આ સમયે જ અચાનક શું થયું કે બંને નીચે પટકાતા એક ભાઇનું  મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ગંભીર તે ઘવાતા તેને હોસ્પિટલ તાબડતોબ દાખલ કરવામાં આવ્યાં હતા પરંતુ દુર્ભાગ્યવશ બીજા ભાઇનું પણ સારવાર દરમિયાન મૃત્યુ થઇ ગયું. આ ઘટનામાં શું બન્યું કે બંને અચાનક નીચે પટકાયા તે વિશે હજું સુધી કોઇ નક્કર માહિતી નથી મળી, હાલ આ ઘટનાના પગલે પોલીસે અકસ્માતથી  મોતની નોંધીને  તપાસ શરૂ કરી છે.

ગુજરાત વિધાનસભામાં મહત્તમ મતદાન થાય તે માટે મતદારોને સુરત અને સૌરાષ્ટ્રમાંથી તેમના વતનમાં લઇ જવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા 600થી વધુ ખાનગી લક્ઝરી બસોને અત્યારથી જ બુક કરાવીને તમામ મતદારાની યાદી પણ તૈયાર કરી દીધી છે.  પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્માં થનારા મતદાનના  દિવસે તમામને મતદાન બાદ પરત લાવવા માટે પણ રાજકીય પાર્ટીઓએ આયોજન કર્યું છે. સુરત અને અમદાવાદમાં રહેતા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૌરાષ્ટ્રના લોકો હજારોની સંખ્યામાં રહે છે. જેમનું મતદાન યાદીમાં નામ તેમના વતનમાં છે. સુરતના વરાછા, યોગી ચોક અને અન્ય વિસ્તારોમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં  હજારોની સખ્યામાં હીરા ઉદ્યોગ સાથે રહેલા કારીગરો રહે છે. જેમનું મતદાર તરીકેનું નામ આજે પણ તેમના વતનમાં છે. ત્યારે તેમના દ્વારા મતદાન ન થાય તો મતદાન પર અસર થઇ શકે છે.  સાથેસાથે રાજકીય પાર્ટીઓને પણ નુકશાન થઇ શકે તેમ છે. જેથી રાજકીય પાર્ટીઓએ સુરત અને અમદાવાદના નરોડા, બાપુનગરથી 600થી વધુ બસોને આગામી 30મી નવેમ્બરથી ૨જી ડિસેમ્બર સુધી બુક કરવામાં આવી છે. જેમાં ૩૦મી તારીખે સાંજ સુધીમાં બસોમાં સૌરાષ્ટ્રના  વિવિઘ ગામડાઓમાં લઇ જવામાં આવશે. બાદમાં બીજા દિવસે મતદાન કરાવીને તે દિવસે અથવા બીજી ડિસેમ્બરે સુરત અને અમદાવાદ પરત લાવવામાં આવશે. એટલું જ નહી મતદારોને સૌરાષ્ટ્રમાં આવવા બદલે દિવસ પ્રમાણે એક થી બે હજારની રોકડ પણ આપવા માટેનું કહેવામાં આવ્યું છે. આમ, રાજકીય પાર્ટીઓ તેમના મતદારોના મતને મેળવવા માટે અત્યારથી જ  માઇક્રો પ્લાનીંગ કરી ચુકી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget