શોધખોળ કરો
Advertisement
વડોદરા ગેંગ રેપ કેસઃ સગીરાના મંગેતરને લઈને શું થયો મોટો ખુલાસો? જાણો વિગત
ગેંગ રેપ પીડિતાનું મહિલા આયોગમાં નિવેદન. મેદાનમાં તેની સાથે આવેલો યુવક મંગેતર નહીં, બોયફ્રેન્ડ હતો.
વડોદરા: નવલખી મેદાનમાં થયેલા ગેંગરેપ કેસમાં હવે નવો ખુલાસો થયો છે. સગીરા સાથે નવલખી મેદાનમાં જે યુવક હતો, તે તેનો મંગેતર નહીં, પરંતુ બોયફ્રેન્ડ હતો. પીડિતાએ મહિલા આયોગને આપેલા આ નિવેદનમાં સામે આવ્યું છે. નોંધનીય ચે કે, આ ઘટનામાં આરોપીઓની માહિતી આપનારને રૂપિયા 1 લાખના ઇનામની જાહેરાત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે. ઉપરાંત રાત્રે 9 વાગ્યા બાદ દાંડિયા બજાર બ્રિજ પર બેસવા પર પણ પ્રતિબંધ લગાવાયો છે.
પોલીસ તંત્ર દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ 8 ટીમો બનાવાઇ છે. નવલખી મેદાન મોટો જંગલ વિસ્તાર છે. જેમાં આવવા જવા માટે 30થી 40 જગ્યાઓ છે. આરોપીઓ જે રસ્તા ઉપરથી પસાર થયા હતા. તે રસ્તા ઉપર જ્યાં સીસીટીવી હશે તેની તપાસ શરૂ કરાઈ છે. આ સાથે રસ્તામાં રહેતા લોકોની પણ આરોપીઓના સ્કેચ બતાવીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, પોલીસ દ્વારા સગીરા અને તેની સાથે રહેલા યુવક બંનેની માહિતીને આધારે અલગ અલગ સ્કેચ તૈયાર કરાયા હતા. જે લગભગ એક સરખા જેવા જ દેખાતા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દુનિયા
બિઝનેસ
Advertisement