શોધખોળ કરો

વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસઃ પોલીસને મળી સૌથી મોટી સફળતા, રાજુ ભટ્ટ જૂનાગઢથી ઝડપાયો

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને પકડી પાડવામાં આવેલ છે, આગળની કાર્યવાહી ચાલુ છે.

વડોદરાઃ વડોદરા હાઈપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ફરાર આરોપી રાજુ ભટ્ટની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તથા વડોદરા પી.સી.બી. તેમજ જુનાગઢ પોલીસના સંયુકત ઓપરેશનમાં જુનાગઢ ખાતેથી આરોપી રાજુ ભટૃને પકડી પાડવામાં આવેલ છે, આગળની કાર્યવાહી ચાલુ છે.નોંધનીય છે કે, વડોદરા હાઇપ્રોફાઇલ દુષ્કર્મના કેસમાં આ બીજી ધરપકડ છે. અગાઉ કાનજીભાઈ અરજણભાઈ મોકરીયાની ધરપકડ કરવામાં આવી છે. અલકાપુરી સોસાયટીમાં રહેતા કાનજીભાઈ ની સમગ્ર મામલે શંકાસ્પદ ભૂમિકા છે. હોટેલમાં વ્યવસ્થા કરવા સાથે રાજુ ભટ્ટને ભગાડવામાં પણ ભૂમિકા છે. ગોત્રી રેપ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. જોકે, હજુ આરોપી અશોક જૈન ફરાર છે. 

વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. આરોપી અશોક જૈન સેશન્સ કોર્ટના શરણે ગયા છે. વડોદરા સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી દાખલ કરી છે. અશોક જૈનના વકીલ હિતેશ ગુપ્તાએ કોર્ટમાં અરજી દાખલ કરી છે. અશોક જૈન ફરિયાદ નોંધાયા બાદથી જ ફરાર છે. 

પોલીસે તપાસ દરમિયાન બે લક્ઝુરિયસ કારો પણ પોલીસે ડીટેઈન કરી છે. નિસર્ગ ફલેટના માલિક રાહિલ જૈનને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણે નિવેદન આપ્યું હતું કે, પોલીસે આરોપી અશોક જૈનની બે કાર કબ્જે કરી છે. પોલીસે ફલેટના માલિક રાહિલ જૈનની પૂછપરછ કરી હતી. વડોદરાની હાર્મની હોટેલના મેનેજરની પણ પૂછપરછ કરી હતી. પીડિતા યુવતી સૌપ્રથમ હાર્મની હોટેલમાં રોકાઈ હતી. પોલીસે આરોપીઓને પકડવા 7 ટીમો બનાવી છે. બુટલેગર અલ્પુ સિંધીને પણ પકડવા એક ટીમ બનાવી છે. પોલીસને પૂછપરછ દરમિયાન મહત્વના પુરાવાઓ હાથ લાગ્યા છે. 

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલા હાઇપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં યુવતી સાથેના કઢંગી હાલતમાં સી.એ. અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટના ફોટોગ્રાફ્સ પોલીસને સોંપાયા છે. દિવાડીપુરાના નિસર્ગ કોમ્પ્લેક્ષના 9માં માળે ફ્લેટમાં લૉની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઇ છે. પીડિત યુવતીનું 164 મુજબ નિવેદન લેવાઈ ચૂક્યું છે.

દુષ્કર્મની ફરિયાદના પાંચમાં દિવસે ગોત્રી પોલીસ પાસેથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઇ છે. પોલીસ કમિશ્નર શમસેરસિંહે કેસની ગંભીરતા સમજી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે. પોલીસ મજબૂતાઈથી તપાસ કરી રહી છે, તેમ ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ પોલીસ પકડથી દૂર છે. આરોપીઓના વકીલે બંને નિર્દોષ હોવાનું અને નાર્કોટેસ્ટ માટે તૈયાર હોવાની વાત કરી હતી.

હાઈ પ્રોફાઈલ બળાત્કારના કેસનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. બળાત્કારના કેસમાં આરોપી અશોક જૈને ગૃહ રાજ્યમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર અને ગોત્રી પીઆઇને અરજી કરી અરજીમાં આરોપીએ બદનામ કરી પૈસા પડાવવા બુટલેગર અલ્પુ સિંધીનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. બુટલેગર અલ્પુ સિંધીએ યુવતીને મારી હોવાનો પણ અરજીમાં આરોપ લગાવ્યો છે. અલ્પુ સિંધી યુવતીને ખોટી ફરિયાદ કરવા દબાણ કરે છે. યુવતીના ખાતામાં 41 લાખની શંકાસ્પદ એન્ટ્રી પણ મળી આવી છે. 

વડોદરાના સી.એ.ને ત્યાં નોકરી કરતી હરિયાણાની 24 વર્ષની યુવતીએ પોતાના બોસ એવા સી.એ. અને તેના ક્લાયન્ટે પોતાના પર બળાત્કાર ગુજાર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. યુવતીએ આક્ષેપ કર્યો છે કે, સી.એ. અશોક જૈને તેને ભાડેથી ફ્લેટ અપાવ્યો હતો અને પછી ફ્લેટ પર આવીને પરાણે શરીર સંબંધ બાંધ્યો હતો. તેણે મારા પર બળાત્કાર ગુજાર્યો એ પછી મારા ન્યૂડ ફોટા વાયરલ કરતાં મને શંકા ગઇ હતી.  મેં મારા રૂમ ચેક કરતાં એ.સી.ના  પ્લગ પાસે એક સ્પાય કેમેરો મળી આવ્યો હતો અને આ કેમેરો મેં કાઢી લીધો હતો.

પીડિતાએ રાજુ ભટ્ટ નામના ક્લાયન્ટ સામે પણ  ફરિયાદમાં ગંભીર આક્ષેપ કર્યા છે. તેણે કઇ રીતે બળાત્કાર ગુજાર્યો તેની પણ કેફિયત વર્ણવી છે. પીડિતાએ કહ્યું છે કે,મારા બોસ અશોક જૈને મારા પર બળાત્કાર ગુજાર્યો પછી  જતાં જતાં ક્લાયન્ટ રાજુ ભટ્ટને ખુશ કરવાનું  કહીને ગયા હતા.

બીજા દિવસે મારા ફ્લેટમાં રાજુ  ભટ્ટ આવ્યા હતા. રાજુ  ભટ્ટે મને ચા-પાણી મળશે ? તેમ પૂછતાં મેં ના પાડી હતી.  તેણે મને પકડી લીધી હતી અને કહ્યું હતું કે, બોલ હા કે ના ?  મેં ના પાડી હતી.રાજુ ભટ્ટે ધક્કો મારી મને બેડરૂમમાં ધકેલી હત.  તે વખતે  મેં ભાગવાનો પ્રયાસ કરતાં તેમણે મારા પર ટીવી ફેંક્યું હતું જેથી મને પગે ઇજા થઇ હતી. ત્યારબાદ તેમણે મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. તેણે મને પકડી રાખી કહ્યું હતું કે, તું કાંઇ કરીશ તો મેં રેકોર્ડિંગ કર્યું છે તે વાયરલ કરીને   બદનામ કરી દઇશ.

ટોપ સ્ટોરી

વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
વડોદરાની હોટેલ વિન્ટેજ ઈનમાં યુવકનું શંકાસ્પદ મોત: ડેટિંગ એપથી મિત્રતા, રાત્રે 3 વાગ્યે એન્ટ્રી અને પછી...
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

વિડિઓઝ

Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget