શોધખોળ કરો

Vadodara: મૃતક તપન પરમારના સ્વજનોને ચૂકવાશે 8 લાખની સરકારી સહાય, દોઢ વર્ષમાં પ્રથમવાર એસ્ટ્રૉસિટી કેસમાં સહાય

Vadodara Murder Case: વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યાનો બનાવ બન્યો છે. શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના દીકરા તપન પરમારને માથાભારે તત્વોએ હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે

Vadodara Murder Case: વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યાનો બનાવ બાદ પોલીસ એક્શનમાં આવી છે, આરોપીઓને પકડવા માટે એક્શન લેવામાં આવી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે સમાચાર છે કે, હવે સરકાર આ કેસમાં મૃતકના પરિવારને સહાય ચૂકવશે. ભાજપના પૂર્વ કૉર્પોરેટરના દીકરા તપન પરમારના મોત કેસમાં ગુજરાત સરકાર તેમના સ્વજનોને 8 લાખ 25 હજાર રૂપિયાની સરકારી સહાય ચૂકવશે. મહત્વનું છે કે, એટ્રૉસિટી અને મર્ડરના ગુનામાં દોઢ વર્ષમાં પ્રથમવાર આ પ્રકારે સરકારી સહાય ચૂકવાશે.

વડોદરાના પૂર્વ કૉર્પોરેટરના દીકરા તપન પરમારના મોત કેસમાં મોટુ અપડેટ સામે આવ્યુ છે. હવે આ કેસમાં સરકારી સહાય ચૂકવાશે. મૃતક તપન પરમારના સ્વજનોને 8 લાખ 25 હજારની સરકારી સહાય ચૂકવાશે. આ કેસમાં સમાજ કલ્યાણ વિભાગ FIR અને પૉસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે 50 ટકા સહાય ચૂકવશે. સમાજ કલ્યાણ વિભાગ બે દિવસમાં પરિવારને 4 લાખ 12 હજાર 500 રૂપિયાનો ચેક આપશે. કૉર્ટમાં ચાર્જશીટ મૂક્યા બાદ સહાયનો બીજો હપ્તો પણ ચૂકવાશે. ખાસ વાત છે કે, એટ્રૉસિટી અને મર્ડરના ગુનામાં દોઢ વર્ષમાં પ્રથમવાર સરકારી સહાય ચૂકવાશે. શહેરના રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાઇ છે. 

આ કેસ મામલે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની પ્રતિક્રિયા સામે આવી છે. હત્યાકેસમાં અત્યાર સુધીમાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ચાલુ વર્ષમાં 225 જેટલા હિસ્ટ્રીશીટર સામે પાસા સહિતની કાર્યવાહી કરવામાં આવી છે. હાલમાં જ શહેરના નાગરવાડા, મચ્છીપીઠમાં કૉમ્બિંગ હાથ ધરાયું છે. કૉમ્બિંગમાં છરા સહિતના હથિયારોને જપ્ત કરવામાં આવ્યા છે. એક સપ્તાહ સુધી પોલીસ આ વિસ્તારમાં કાર્યવાહી કરશે. પાલિકાની મદદથી ગેરકાયદે દબાણો પણ હટાવાયા છે. 

'પહેલા હત્યારાનો જનાજો નીકળે, પછી થશે અંતિમ વિધિ', માતાએ પોલીસ પર બંગડીઓ ફેંકી, -વડોદરા હત્યા કેસ

રાજ્યમાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદ, પાટણ બાદ હવે વડોદરામાં આજે હત્યાની ઘટના સામે આવી છે. વડોદરામાં ભાજપના નેતાના દીકરાની હત્યાનો બનાવ બન્યો છે. શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના દીકરા તપન પરમારને માથાભારે તત્વોએ હથિયારોથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ પછી પરિવારે પોલીસ અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. પરિવારે હત્યારા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. માતાએ દીકરાના મોત બાદ પોલીસ પર બંગડીઓ ફેંકી અને કહ્યું હતુ કે, જ્યાં પહેલા હત્યારાનો જનાજો નીકળશે પછી જ અંતિમ વિધિ કારશે.

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોની મદદ માટે ભાજપના પૂર્વ કૉર્પોરેટર રમેશભાઇ રાજાનો પુત્ર તપન ત્યાં પહોંચ્યો હતો. આ દરમિયાન બાબર પઠાણ નામના ગુંડા માથાભારે શખ્સે તેના પર હૉસ્પિટલમાં ચાકુ વડે હુમલો કરી દીધો હતો. તે ત્યાં જ ઢળી પડ્યો હતો. સારવાર દરમિયાન તબિબોએ તપનને મૃત જાહેર કર્યો હતો. 

હત્યાની આ ઘટના બાદ ભાજપના નેતાઓ મેયર, શહેર ભાજપ પ્રમુખ, વાડીના ધારાસભ્ય, સ્થાનિક કૉર્પોરેટર સહિતના સ્થાનિકો મોટી સંખ્યામાં પોલીસ મથક પહોંચ્યા છે. અને પોલીસની હાજરીમાં બનેલી ઘટના સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે શહેરના કારેલીબાગ અને રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હત્યાની ઘટના બાદ દીકરાના મોત બાદ માતાએ આક્રંદ સાથે કહ્યું કે, પહેલા હત્યારાનો જનાજો નીકળશે પછી મારા દીકરાની અંતિમ વિધિ થશે. પોલીસની હાજરીમાં આરોપીએ મારા પુત્રને મારી નાંખ્યો, તો તે કેમ જોયા કર્યો હતો. મારો એકનો એક છોકરો હતો. તેના લગ્ન કરવાના હતા, હવે હું તેને કેવી રીતે પાછો લાવીશ. આ દરમિયાન માતાએ પોલીસ પર બંગડીઓ ફેંકી હતી અને કહ્યું હતુ કે, પહેલા હત્યારાનો જનાજો નીકળશે. પછી મારા પુત્રની અંતિમ વિધી થશે. આરોપીને ફાંસીની સજા આપવી જોઇએ. મૃતદેહ એસએસજી હૉસ્પિટલમાં જ રાખવામાં આવશે. 

મૃતકની માતાએ મીડિયાને જણાવ્યું કે, હુમલો થયો અને વાગ્યું એટલે મારા ઘરેથી છોકરો આવ્યો હતો. મેં તેને ઘરે બોલાવ્યો હતો. તે બાદ તેણે મને કહ્યું મમ્મી બે-ત્રણ જણાને વાગ્યું છે, તેની સારવાર માટે હું જાઉં છું. ત્યાર બાદ તે ગયો હતો. બાદમાં ઇજાગ્રસ્તોની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી. તેવામાં પોલીસવાળા ની જોડે તે (આરોપી) આવ્યો હતો. પોલીસવાળા તેનો હાથ પકડીને તેને લઇ જાય છે. તેમાં આરોપી (બાબર ખાન) ની પત્ની તથા અન્ય મહિલાઓ બુરખો પહેરીને આવી હતી. તેણે તેના (આરોપી) હાથમાં ચાકુ લાવીને આપ્યું હતું. બાદમાં આરોપીએ મારા છોકરાને બે-ત્રણ જગ્યાએ ચાકુ મારી દીધું હતું. મારો દિકરો ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ વાળા આવી કેવી રીતે મારવા દે, આ કેવું કૃત્ય કહેવાય. મારી માંગ છે કે, આરોપીને ફાંસી આપો. મારો દિકરો જ મારો સહારો અને આધાર હતો. તેને લઇને જ હું જીવતી હતી. આજે મારો એકનો એક છોકરો ગયો છે, આ કૃત્યમાં બેજવાબદારી દાખવતા પોલીસ જવાનોને પણ કડકમાં કડક સજા કરવી જોઇએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Assembly Elections 2024 Live: 'પોતાના અને બાળકોના મજબૂત ભવિષ્ય માટે કરો મતદાન...', પ્રિયંકા ગાંધીએ મતદારોને કરી અપીલ
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
Rafael Nadal Retirement: અલવિદા રાફેલ નડાલ... 22 વખતના ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયનને પોતાની અંતિમ મેચમાં મળી હાર
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
IPL 2025 Auction: પંજાબ કિંગ્સના પર્સમાં છે સૌથી વધુ રૂપિયા, આ પાંચ ખેલાડીઓને ખરીદવા માંગશે પોન્ટિંગ
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Vitamin B12: શરીરમાં વિટામીન B12ની ઉણપ છે તો ભૂલથી પણ ના ખાવી જોઇએ આ ચીજો
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
Champions Trophy: ભારતે જાપાનને હરાવી ફાઈનલમાં બનાવી જગ્યા, 2-0થી શાનદાર જીત મેળવી 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Post Office ની આ સ્કીમમાં મળી રહ્યું છે SBI કરતા વધુ વ્યાજ, જાણો તેના વિશે 
Embed widget