શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

Vadodara : નવલખી સામૂહિક દુષ્કર્મ કેસ, કોર્ટે બંને આરોપીને દોષિત ઠેરવ્યા, ટૂંક સમયમાં સંભળાવાશે સજા

નવલખી ગેંગ રેપ કેસનો મામલે કોર્ટે બન્ને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ટુંક સમયમાં કોર્ટ સજા સંભળાવશે. આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકી દોષિત જાહેર કર્યા છે.

વડોદરાઃ નવલખી ગેંગ રેપ કેસનો મામલે કોર્ટે બન્ને આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. ટુંક સમયમાં કોર્ટ સજા સંભળાવશે. આરોપી કિશન માથાસુરિયા અને જશો સોલંકી દોષિત જાહેર કર્યા છે. પોક્સોની કલમ 6/1 મુજબ દોષિત ઠેરવ્યા છે. 6/1 ની કલમમાં ફાંસીની સજાની જોગવાઈ છે. ખાસ સરકારી વકીલે ફાંસી આપવા માંગ કરી છે. IPCની કલમ મુજબ ગેંગ રેપમાં પણ દોષિત ઠેરવાયા છે. 

આરોપીઓ સેન્ટ્રલ જેલથી ઓનલાઇન જોડાશે. વર્ચ્યુઅલ ચુકાદો જાહેર થશે. આરોપીઓના વકીલ અલ્પેશ ચૌહાણે કહ્યું, અમારા પક્ષમાં ચુકાદો નહીં આવે તો ઉપલી કોર્ટમાં ન્યાય માટે જઈશું. 1565 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ હતી. 28 નવેમ્બર 2019 ના રોજ નવલખી મેદાન ખાતે ગેંગરેપ થયો હતો. કિશન કાળું માથાસૂરિયા અને જશો વનરાજ સોલંકીને દોષિત ઠેરવવામાં આવ્યા છે. 

2008 Ahmedabad Serial Blasts Case: 49 દોષિતોને સજાની જાહેરાત ટળી, હવે જાણો ક્યારે થશે સજાનું એલાન?

અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટ દ્વારા આજે 49 દોષિતોને સજાની જાહેરાત ટળી છે. હવે 11મી ફેબ્રુઆરીએ દોષિતોને સજાનું એલાન થશે. આજે સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. દરેક દોષિતની મેડિકલ ડાયરી તેમના વકીલને જેલ પ્રશાસન આજે જ આપે એવી જેલ પ્રશાસનને કોર્ટની તાકીદ કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટની તાકીદ. ઇમેઈલ થી કે વોટ્સએપ પર મંગાવે એ વકીલો જોઈ લે. હવે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ કરશે સુનાવણી. 
એવું કોર્ટનું હાલ મૌખિક અવલોકન.

આજે સજાની સુનાવણી દરમિયાન બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરી હતી. કોર્ટે કહ્યું, એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે, દોષિતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો. 

બીજી તરફ પ્રોસિક્યુશને રજુઆત કરી હતી કે, દોષિતોએ જઘન્ય અપરાધ કર્યો. મહત્તમ સજા થવી જોઈએ. રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો. એક ચુકાદાનો હવાલો આપીને પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી. વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશનની રજુઆત, દોષીતોએ આતંકી કૃત્ય કર્યું. પ્રોસિક્યુશનની રજુઆત આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

26 જુલાઈ, 2008 એક પછી એક 21 બોંબ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું હતું અમદાવાદ. ઘટનાના 14 વર્ષ બાદ વિશેષ અદાલતનો ચુકાદો આવ્યો અને 77માંથી 49 આરોપીને દોષિત જાહેર કરાયા જ્યારે 28 આરોપીને પુરાવાઓના અભાવે નિર્દોષ જાહેર કરાયા.આજે દોષિત ઠરેલા 49 આરોપીઓ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા.  કોર્ટ તેમને બોલશે કે તમને વિવિધ કલમો હેઠળ દોષિત ઠરાવ્યા છે. તે વિષે તમારે શું કહેવું છે.

આરોપીઓને સાંભળ્યા બાદ આરોપીઓના વકીલો સજા ઓછી કરવા દલીલ કરશે. જયારે સરકારી વકીલો વધુમાં વધુ સજા ફટકારવાની દલીલો કરશે. આરોપીઓ અને વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આરોપીઓને સજા ફટકારવાનો આદેશ કરશે. આરોપીઓ જે કાયદાઓ અને કલમો હેઠળ દોષિત સાબિત થયા છે. તેમાં ઓછામાં ઓછી જન્મટીપ અને વધુમાં વધુ ફાંસીની સજાની જોગવાઇ છે. તેથી સરકાર આરોપીઓને ફાંસનીની સજાની માંગણી કરે તેવી શક્યતા છે.

એકસાથે સંખ્યાબંધ આરોપીઓને દોષિત ઠેરવાયા હોય તેવો આ દેશનો સૌપ્રથમ કેસ છે. જો કે કોર્ટે જે 28 આરોપીઓને નિર્દોષ છોડયા છે. પરંતુ આ આરોપીઓ અન્ય કેસોમાં સજા ભોગવી રહ્યા છે અથવા અન્ય કેસોની ટ્રાયલ તેમની સામે પેન્ડીંગ છે. 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરના 20 જેટલા વિસ્તારમાં સિરિયલ બોંબ વિસ્ફોટ થયા હતા. જેમાં 56 લોકોના મૃત્યુ અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેસમાં અમદાવાદમાં 20 અને સુરતમાં 15 એફઆઈઆર નોંધાઈ હતી. જ્યારે પ્રાથમિક તપાસમાં કુલ 99 આંતકવાદીને આરોપી ગણાવાયા હતા. જે પૈકી 82 જેટલા શખ્સની ધરપકડ કરાઈ હતી, જ્યારે હજી પણ 8 આરોપી ફરાર છે.

આતંકીઓએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બોંબ મૂકાયા હતા. ટિફિનમાં બોંબ મૂકી ચોરી કરેલી સાયકલમાં ફીટ કરાયા હતા. તો સિવિલ અને LG હોસ્પિટલમાં ગાડીમાં બોંબ ફીટ કરાયા હતા. બોંબ વિસ્ફોટ માટે દોષિતોએ બકાયદા કેમ્પમાં જઈ ટ્રેનિંગ પણ લીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget