શોધખોળ કરો

VADODARA : દુષ્કર્મની ફરિયાદ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા જાણીતા બિલ્ડરને પોલીસે દબોચ્યો

Vadodara News : વડોદરાના નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જેપી રોડ પોલીસ મથકે 28 જુલાઈના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી.

Vadodara : વડોદરાના જાણીતા બિલ્ડર અને કન્સ્ટ્રકશન ના ધંધા સાથે સંકળાયેલા નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાંજ ભૂગર્ભ માં ઉતરી ગયો હતો જોકે અંબાજીથી પરત ફરી રિક્ષામાં ઘરે જતાજ પોલીસે દબોચી લીધો હતો.

વડોદરાના નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જેપી રોડ પોલીસ મથકે 28 જુલાઈના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. યુવતીના પિતાએ જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.  નવલ ઠક્કર વ્યવસાયે બિલ્ડર છે પરિણીત અને એક સંતાનનો પિતા છે.  છેલ્લા એક વર્ષ દરમ્યાન પોતાનાથી અડધી  ઉંમરની યુવતીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ  શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.

અગાઉ પણ નવલ ઠક્કરને યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવા છતાં સંપર્ક ચાલુ રાખતા આખરે યુવતીના પિતાએ નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. દુષ્કર્મનો કેસ નોંધાતા જ નવલ ઠક્કર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. નવલ ઠક્કર પોલીસની ધરપકડથી બચવા જુદી જુદી જગ્યાએ ભાગતો ફરતો હતો.

દુષ્કર્મ કેસના આરોપી નવલ ઠક્કરને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવાઈ હતી. જેમાં ટેક્નિકલ ટિમ દ્વારા સર્વેલન્સથી તપાસ હાથ ધરાઈ હતી સાયબર સેલ, પી.સી.બી, ગોત્રી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. જોકે જેપી રોડ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદની તપાસ ગોત્રી પોલીસ ને સોંપવામાં આવી હતી.

જે.પી.રોડ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૨૦૩૧૬/૨૦૨૨ (૪૯/૨૦૨૨ )ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન) મુજબનો આરોપી બિલ્ડર અંબાજી અને અન્ય જગ્યાએ દર્શન કરવાના બહાને ભાગતો ફરતો હતો. જોકે તે અને પરિવારના સભ્યોના મોબાઈલ સર્વેલન્સ પર હોવાના કારણે અંબાજીથી પરત આવતા આઈનોક્ષ સિનેમા પાસેથી આરોપીને રીક્ષામાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો.

આરોપીને ગોત્રી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ ફરિયાદી અને પોતે દૂરના સંબંધી થતા હોવાની વિગતો આપી હતી.  પીડિત યુવતીનું સી.આર.પી 164 કલમ મુજબનું નિવેદન લેવાયું છે. તો શી-ટીમ  દ્વારા ભોગ બનનાર યુવતીનું કાઉન્સિલિંગ કરાયું હતું.

આરોપી નવલ ઠક્કરનું નિવેદન સામે આવ્યું હતું કે 9 મહિનાથી તે યુવતીના સંપર્કમાં હતો. દુષ્કર્મની ફરિયાદને તેણે  ખોટી ગણાવી હતી અને આવનાર સમયમાં તથ્યો સામે આવશે તેવી પણ આરોપી એ કરી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad School Girl Mysterious Death : ઝેબર સ્કૂલની ધો-3ની વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોતAmreli Fake Lettter Newsa: આજે કોંગ્રેસના ધરણા પુરા, પરેશ ધાનાણીએ સરકાર અને પોલીસ પર કર્યા પ્રહારVegitable Price: કોબીજ-ફ્લાવર ખેડૂતો માત્ર એક-બે રૂપિયામાં વેચે છે, બજારમાં 40 રૂપિયે કિલો વેચાણRajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
ગુજરાતમાં HMPVનો ખતરો વધ્યો, સાબરકાંઠામાં નવો કેસ, 8 વર્ષનું બાળક ICUમાં દાખલ
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ મોત
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
ઉત્તરાયણમાં કેવો રહેશે પવન, હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાણો શું કરી આગાહી ?
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
કોહલી અને અનુષ્કા બાળકો સાથે પહોંચ્યા પ્રેમાનંદ મહારાજના દર્શન કરવા, વાતચીતનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ 
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
Redmi 14C 5Gનો સેલ આજથી શરૂ, તમને સસ્તા બજેટમાં મળશે દમદાર ફીચર્સ, જાણો કિંમત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
આગામી પાંચ વર્ષમાં આ સેક્ટરોમાં આવશે 17 કરોડ નોકરીઓ, જાણો વિગત
PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !
PF એકાઉન્ટમાં થઈ શકે છે છેતરપિંડી, EPFOએ આ 6 બાબતો માટે જાહેર કર્યું એલર્ટ !
Embed widget