Vadodara Rain: વડોદરામાં 8 ઈંચ વરસાદથી પૂરની સ્થિતિ, વિશ્વમિત્રી નદીની સપાટી 17 ફૂટને પાર
Latest Vadodara News: વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
Vadodara Rains: 8 ઈંચ વરસાદથી વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ચારેકોર પાણીની વચ્ચે વડોદરા જળબંબાકારથયું છે. શહેરમાં હજુ પણ મૂશળધાર વરસાદ ચાલુ છે. વડોદરાના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. મૂશળધાર વરસાદથી વડોદરામાં સ્થિતિ બગડી છે. શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રાવપુરા અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. વરસાદના કારણે પાણી ભરાતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે.
વડોદરા શહેર અને જિલ્લામાં આજે સવારથી સતત વરસાદ ચાલુ રહેતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સવારથી પડેલા વરસાદના કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે.
વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.
વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા જેલ રોડ પર વરસાદી પાણીનો નિકાલ કરવા કેચપીટ પર આવેલ કચરો સાફ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.#VMCVadodara #VMC #Vadodara #SmartVadodara #DigitalVadodara #greenvadodara #cleanvadodara #AzadiKaAmritMahotsav #cmo #pmo pic.twitter.com/Rhdzd0WleU
— VMC VADODARA (@VMCVadodara) July 24, 2024
વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટીથી 9 ફૂટ નીચે
વિશ્વામિત્રી નદીની સપાટી 17.02 ફૂટે પહોંચી આજવા ડેમની સપાટી 208.80 ફૂટે પહોંચી વિશ્વામિત્રીની મહત્તમ સપાટી છે 26 ફૂટ આજવા ડેમની મહત્તમ સપાટી છે 217 ફૂટ પર પહોંચી છે.
24-25 જુલાઈની આગાહી
રાજ્યમાં આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે આગાહી કરતાં હવામાન વિભાગ દ્વારા જણાવ્યું છે કે, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 16થી વધુ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમીધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે.
આ પણ વાંચોઃ
બોરસદમાં 4 કલાકમાં 13 ઈંચ વરસાદ, 20 જેટલી સોસાયટીમાં ઘૂંટણસમા પાણી