(Source: Poll of Polls)
Vadodara Private School : પ્રાઇવેટ સ્કૂલને લાગ્યા તાળા, સરકારી સ્કૂલોમાં સુવિધા વધતા પ્રાઇવેટ સ્કૂલને કર્યું, બાય બાય
વડોદરાના વારસીયા વિસ્તારની શિક્ષણ સાધના સ્કુલ બંધ થઈ છે. વિદ્યાર્થીઓ ના મળતા શાળાના મંડળે શાળા બંધ કરવા ડીઈઓમાં અરજી કરી છે.
વડોદરા: વડોદરામાં એક ખાનગી શાળાને તાળા લાગ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સરકારી શાળાઓમાં સુવિધા વધતા વાલીઓ ખાનગી શાળાને બાયબાય કહી દીધું છે. કોવિડની મહામારીમાં વાલીઓ ફી ન ભરી શકતા સરકારી શાળાની વાટ પકડી છે.
વડોદરાના વારસીયા વિસ્તારની શિક્ષણ સાધના સ્કુલ બંધ થઈ છે. વિદ્યાર્થીઓ ના મળતા શાળાના મંડળે શાળા બંધ કરવા ડીઈઓમાં અરજી કરી છે. અરજી ગ્રાહ્ય રાખી શાળા બંધ કરવાની મંજુરી અપાઈ છે.
સરકારી-ખાનગી યુનિવર્સિટીઓને ઓફલાઈન પરીક્ષાને લઈને સરકારે આપ્યા મહત્ત્વના આદેશ, જાણો પરીક્ષા લેવાશે કે નહીં ?
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે. ત્યારે શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને જુલાઈ માસમાં યુજી, પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા લેવા આદેશ કર્યો છે. પરીક્ષાના આયોજન પૂર્વે તમામ યુનિવર્સિટી, કોલેજોને વેક્સીનેશન કેમ્પ યોજવા અને વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સીન આપવા પણ તાકીદ કરવામાં આવી છે.
જો કે આ પરીક્ષામાંથી મેડિકલ, ફાર્મસિ સિવાયના કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. રાજ્યમાં તમામ સરકારી, ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અંતિમ વર્ષના ડિગ્રી, ડિપ્લોમા, પીજીના મળીને પાંચ લાખ કરતા વધુ વિદ્યાર્થીઓ થાય છે. જેની ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે પરિપત્ર કરીને રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષા લેવા મંજૂરી આપવામા આવી છે.કોરોનાને લીધે સરકારે માર્ચમાં સ્કૂલો-કોલેજો બંધ કરાવ્યા બાદ સ્થિતિ થોડી સુધરતા યુનિ.ઓ દ્વારા મે-જુનમાં ઓનલાઈન પરીક્ષાઓ લેવાનું શરૃ કરવામા આવ્યુ હતું પરંતુ સરકાર દ્વારા હજુ સુધી યુનિ.ઓને ઓફલાઈન પરીક્ષાઓની મંજૂરી અપાઈ ન હોવાથી યુનિ. ઓ વિદ્યાર્થીઓને રૂબરૂ પરીક્ષા કેન્દ્રોમાં બોલાવી ઓફલાઈન પરીક્ષાઓ લઈ શકતી ન હતી.
ગયા વર્ષે વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. આ વર્ષે ફક્ત ઓફલાઈન પરીક્ષા જ લેવમાં આવશે. ગુજરાત યુનિવર્સિટીએ આવનારા દિવસોમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે તેમ કહ્યું છે. જો કે મોકૂફ થયેલી પરીક્ષા 6 જુલાઈથી ઓફલાઈન લેવાનું અગાઉ જાહેર કર્યું હતુ.
શિક્ષણ વિભાગે પણ પરીપત્ર જાહેર કરીને સ્નાતક કક્ષાના સેમેસ્ટર, ટર્મિનલ સેમેસ્ટર, અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે જુલાઈ 2021 દરમિયાન પ્રવતર્માન પરિસ્થિતિઓને ધ્યાને લઈ પોતાની અનુકુળતા મુજબ ઓફલાઈન પરીક્ષાનું આયોજન કરવા કહ્યું છે.
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડિકેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો હતો. જેમાં ATKTના વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર જાહેર કરાયા હતા. સેમેસ્ટર 1થી 4માં ATKT આવી હોય તે વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. સેમેસ્ટર 5માં પ્રવેશ મેળવવા પાત્ર રહેશે. જુલાઈમાં બોર્ડની પણ ૫ લાખથી વધુ રીપિટર- ખાનગી વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામા આવનાર છે.