(Source: Poll of Polls)
વડોદરાઃ સોખડા સ્વામિનારાયણ મંદિરના સાધુઓએ યુવકને જાહેરમાં ફટકાર્યો , યુવક કરતો હતો આવી હરકત
વડોદરાનું સોખડા સ્વામીનારાયણ મંદિર ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં યુવકને માર મારવાની ઘટના બહાર આવી છે
વડોદરાઃ વડોદરાનું સોખડા સ્વામીનારાયણ મંદિર ફરી એક વાર વિવાદમાં આવ્યું છે. મળતી જાણકારી અનુસાર, વડોદરાના સોખડા સ્વામિનારાયણ મંદિરમાં યુવકને માર મારવાની ઘટના બહાર આવી છે. મંદિરમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરતા અનુજ ચૌહાણ નામના યુવકને મંદિરના ચાર સંતોએ જ ફટકાર્યો હતો. મંદિરના સંતો માર મારતા હોય તેવો વિડિયો વાયરલ થયો છે. અનુજ ચૌહાણ નામનો આ યુવક છેલ્લા 6 વર્ષથી મંદિરના એકાઉન્ટ વિભાગમાં સેવા આપતો હતો. આજે તેને ચાર સ્વામી ભેગા થઈને માર મારતા મંદિર પરિસરમાં હોહા મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ અનુજના પિતા મંદિરે દોડી આવ્યા અને પોતાના પુત્રને ઘરે લઈ ગયા.
અનુજ ચૌહાણ છેલ્લા 5 વર્ષથી યુવક મંદિરમાં સેવા આપે છે. યુવકના પિતા મંદિરમાંથી યુવકને ઘરે લઈ જવા સોખડા મંદિર પહોચ્યા હતાં.. બે સંતો વચ્ચેના વિવાદમાં યુવકને કારણે યુવકને માર મરાયો હોવાની ચર્ચા થઈ રહી છે. આ ઘટનાને પગલે મંદિરના અન્ય યુવાન સેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આરોપ છે કે આજે મંદિરમાં મહિલાઓનો સમૂહ દર્શન માટે આવ્યો હતો. જેનો વીડિયો ઉતારતા અનુજને માર મરાયો હતો. જો કે, અનુજનું કહેવું છે કે તેણે કોઈ વીડિયો ઉતાર્યો જ નથી. તેના મોબાઈલમાં એવું કશું જ મળી આવ્યું નથી. તેમ છતાં તેનો મોબાઈલ છીનવી લઈ માર મરાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ મંદિરે પહોંચી હતી અને અનુજનું નિવેદન લીધું હતું.
યુવકના પિતા વિરેન્દ્રસિંહ ચૌહાણ સોખડા સ્વામિનારાયણ મંદિરથી પુત્રને ઘરે લઈ ગયા હતા અને હોસ્પિટલમાં ચેકઅપ કરાવી ઘરે પરત ફર્યા હતા. તેમના પિતાનું કહેવું છે કે મારો એકનો એક પુત્ર છે, તેને માર મારતા તે ગભરાઈ ગયો છે. મંદિર તરફથી કોઈ માહિતી આપવામાં આવી રહી નથી. યુવકના પિતા કાનૂની કાર્યવાહી કરવાની ના પાડી રહ્યા છે. ત્યાગવલ્લભ સ્વામિએ આ મામલે કહ્યું કે, યુવકે આ મામલે પોલીસ ફરિયાદ કરવાની ના પાડી છે. યુવાન છેલ્લા એક વર્ષથી સંસ્થા સાથે જોડાયેલો હતો. યુવકને મહિલાઓનો વિડિઓ ન ઉતારવાનું કહેવા છતાં માન્યો ન હતો
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન