શોધખોળ કરો

Vadodara: રામજીની સવારી પર પથ્થરમારો, પોલીસે શરૂ કરી તપાસ

Ramnavami: ગયા વર્ષે રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો હતો.

Vadodara News:  આજે ભગવાન શ્રીરામની જન્મજયંતિ રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે. આ દરમિયાન વડોદરાના ભૂતળી ઝાંપા વિસ્તારમાંથી રામજીની સવારી પસાર થતી હતી તે દરમિયાન પથ્થરમારો થયો હતો. પથ્થર મારો થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તમામ વિસ્તાર કોર્ડન કર્યો હતો. ઘટનામાં ટુ વ્હીલર ગાડીઓને નુકસાન થયું છે.

મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે થયો પથ્થરમારો

મસ્જિદ પાસેથી શોભાયાત્રા પસાર થતી હતી ત્યારે પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસના જણાવ્યા મુજબ, હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો થયો હતો. જે બાદ એસઆરપીની બે ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિ કાબુમાં છે.

ગયા વર્ષે રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં પણ પથ્થરમારો થયો હતો. હિન્દુ સગઠનના કહેવા મુજબ, કેટલાક તત્વોએ પહેલાથી જ સુનિયોજિત કાવતરું રચ્યું હતું.

સીસીટીવી ચેક કરી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાશે

 રામનવમીના દિવસે નીકળેલી સવારી ઉપર ફતેપુરા વિસ્તારમાં કાંકરી ચાળો થતા સ્થિતિ તંગ બની હતી. પથ્થરમારામાં 15થી વધુ વાહનોને નુકસાન થયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. એસઓજી, પીસીબી, ડીસીબી તથા એસઆરપીની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે, ઘટના સ્થળે 108 ની બે એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે. રામ નવમીના તહેવારમાં કાંકરી શાળાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસ સીસીટીવી ચેક કરી કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરશે.

હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલથી શરૂ થનારી IPL મેચમાં વરસાદની શક્યતા નહીંવક છે. આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ભુજ, સુરેન્દ્ર નગર, મોરબીમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ, નવસારી, દાહોદ, સુરત, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી છે. પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા થવાની પણ શક્યતા છે. એકાદ જગ્યાએ મધ્યમ વરસાદ રહી શકે છે, આવતીકાલથી વરસાદની શક્યતા નહીંવત છે.

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાન બદલાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (30 માર્ચ) વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદ પડી શકે છે.

ઉત્તર પ્રદેશમાં પણ હવામાનમાં ફેરફારની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુરુવારે બપોર અથવા સાંજથી ભારે પવન ફૂંકાશે. શુક્રવારે (31 માર્ચ)ના રોજ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે. આ સ્થિતિ શનિવાર સુધી યથાવત રહેવાની ધારણા છે. લખનૌમાં 31 માર્ચ અને 1 એપ્રિલ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સૌથી પહેલા રાજસ્થાનને અસર કરશે. હવામાન વિભાગે ગુરુવારે રાજસ્થાનમાં વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજે પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાવાઝોડાની સાથે સાથે અનેક જગ્યાએ વીજળી અને કરા પડવાની શક્યતા છે. રાજ્યમાં 31 માર્ચ અને 1 એપ્રિલે પણ વરસાદની શક્યતા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણીJanta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડPM Modi:પીએમ મોદીએ ભારત અને તેના શુભચિંતકોને દિવાળીની પાઠવી શુભેચ્છાઓ.. જુઓ વીડિયોમાંPM Modi: કેવડિયામાં સંબોધનની શરૂઆતમાં જ પીએમ મોદીએ કહી આ ખાસ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
Unity Day: વન નેશન વન ઇલેક્શન અને UCC કાયદો ક્યારે આવશે? PM મોદીએ કહી આ વાત
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
દિવાળીના દિવસે જ શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સમાં 553 અને નિફ્ટીમાં 135 અંકનો મોટો કડાકો
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
Diwali 2024: પીએમ બન્યા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતમાં સેનાના જવાનો સાથે મનાવી દિવાળી
1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ
1 નવેમ્બરથી રેશન કાર્ડધારકોને મળશે માત્ર આટલા ઘઉં-ચોખા, જાણો શું છે નવો નિયમ
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
મહારાષ્ટ્રમાં દિવાળીના દિવસે કોંગ્રેસને મોટો ઝટકો, આ નેતાનું પાર્ટીમાંથી રાજીનામું, BJPમાં જોડાયા
Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે
Maharashtra Election: મહારાષ્ટ્રમાં સામે આવ્યો એ સર્વે જે BJPની ઊંઘ ઉડાવી દેશે! આંકડા જોઈને CM શિંદેને પરસેવો આવી શકે છે
IPL 2025: રોહિત-વિરાટ-બુમરાહ નહીં, પણ આ ખેલાડીએ તેની કિંમતથી ચોંકાવ્યા, 20 કરોડમાં થશે રિટેન
IPL 2025: રોહિત-વિરાટ-બુમરાહ નહીં, પણ આ ખેલાડીએ તેની કિંમતથી ચોંકાવ્યા, 20 કરોડમાં થશે રિટેન
Embed widget