શોધખોળ કરો
Advertisement
Vadodara : ઈન્ચાર્જ આચાર્યને સાથે નોકરી કરતી હિન્દીભાષી શિક્ષિકા સાથે બંધાયા સંબંધ, અચાનક બંનેના ફોન થઈ ગયા બંધ ને.........
ગત બુધવારે આ ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષકા સ્કૂલે આવ્યા હતા. તેમજ સ્કૂલ પૂરી થયા પછી બંને ભાગી ગયા હતા. ભાગી ગયા પછી બંનેના મોબાઇલ બંધ થઈ ગયા હતા.
વડોદરાઃ શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની હિન્દી સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અને શિક્ષિકા ભાગી જતાં ચકચાર મચી ગઈ છે. પૂર્વ વિસ્તારની સ્કૂલના પરણીત ગુજરાતી શિક્ષક અને એ જ સ્કૂલમાં ફરજ બજાવતી હિન્દી ભાષી પરણીત શિક્ષિકા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયા હતા. તેમજ બુધવારે તેઓ ફરાર થઈ ગયા હતા. બંનેના ફોન બંધ આવતાં તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, ગત બુધવારે આ ઇન્ચાર્જ આચાર્ય અને શિક્ષકા સ્કૂલે આવ્યા હતા. તેમજ સ્કૂલ પૂરી થયા પછી બંને ભાગી ગયા હતા. ભાગી ગયા પછી બંનેના મોબાઇલ બંધ થઈ ગયા હતા. આચાર્યે સ્કૂલમાં કામ ચાલી રહ્યું હોવાનું બહાનું ઘરે બતાવ્યું હતું. જોકે, પરિવાર સ્કૂલે પહોંચતા પ્રેમપ્રકરણ ખૂલ્યું હતું.
આ અંગે પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસ તપાસ માટે સ્કૂલ પહોંચી હતી અને તમામ વિગતો મેળવી હતી. બીજી તરફ આચાર્ય અને શિક્ષિકાના પ્રેમપ્રકરણની ચર્ચાએ ભારે ચકચાર જગાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
સમાચાર
ગુજરાત
દેશ
Advertisement