Vadodara : વોકલ ફોર લોકલનો અનોખો પ્રયાસઃ માટીના ફટાકડાની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી
દેશી દારૂખાનું, સ્થાનિક માટી ઉદ્યોગ કરતા લોકોને પ્રોત્સાહન મળ્યું. માટીની કોઠી, કાગળની ભોંય ચકરડી ને વાંસની હાથ ચકરડી બજારમાં મૂકી છે. 6 માસના રિસર્ચ બાદ ફટાકડા તૈયાર કરાયા છે.
વડોદરાઃ વોકલ ફોર લોકલ નો અનોખો પ્રયાસ કરાયો છે. માટી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસ હાથ ધરાયા છે. પ્રજાપતિ સમાજની અનોખી પહેલ સામે આવી છે. આ સાથે માટીના ફટાકડાની માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે. પરિવાર ફાઉન્ડેશન દ્વારા માટીના ફટાકડાના વેચાણનું આયોજન કરાયું છે.
દેશી દારૂખાનું, સ્થાનિક માટી ઉદ્યોગ કરતા લોકોને પ્રોત્સાહન મળ્યું. માટીની કોઠી, કાગળની ભોંય ચકરડી ને વાંસની હાથ ચકરડી બજારમાં મૂકી છે. 6 માસના રિસર્ચ બાદ ફટાકડા તૈયાર કરાયા છે. મૃતપાય જતા માટી ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું છે. લોકોમાં પણ માટીના ફટાકડાને લઈ ઉત્સુકતા છે.
સામાન્ય ફટાકડા કરતા માટીના ફટાકડા વધુ સુરક્ષિત છે. 70 કિલોનો વ્યક્તિ પણ માટીના ફટાકડા ઉપર ચાલે તો તે કોઠી તુટતી નથી. એટલે કે સુરક્ષીત છે. ફટાકડા જે ફાટશે નહીં.
દિવાળી ટાણે જ મુંબઈથી ગાંધીનગર આવેલા પિતા-પુત્રને કોરોના આવતાં તંત્ર થયું દોડતું
ગાંધીનગરઃ દિવાળી ટાણે જ ગાંધીનગરમાં કોરોનાના કેસો આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે. મુંબઈથી આવેલા સેક્ટર-રના પિતા-પુત્ર કોરોનાથી સંક્રમિત થયા છે. તાવ સહિતના લક્ષણો જણાતાં ટેસ્ટ કરાયાં હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બન્ને પોઝિટિવ દર્દી હોમઆઈસોલેશનમાં છે. તેમજ સંપર્કમાં આવેલા પાંચ સભ્યોને પણ કવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. બીજી તરફ 28 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,311 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 3,24,655 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3,ગાંધીનગર કોર્પોરેશન 2, જૂનાગઢ 2, નવસારી 2, કચ્છ 1 અને વલસાડ 1 કેસ નોંધાયો હતો. જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 196 કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે, જ્યારે 190 નાગરિકો સ્ટેબલ છે. 8,16,311 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. કોરોના સંક્રમણથી વલસાડમાં 1 મોત થયું છે. આજે 94,555 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 12 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1376 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10500 નાગરિકોને રસીનો પ્રથમ અને 76145 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 32152 નાગરિકોને રસીનો પ્રથમ અને 204470 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,24,655 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,10,25,631 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.