શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વડોદરાઃ ભાજપના 3 ટર્મના નિયમથી પક્ષપલટો કરીને આવેલા આ નેતાનું કપાશે પત્તુ ? વિધાનસભાની ટિકિટ આપી કરાશે ખુશ ?
જીતુ સુખડીયાના કટ્ટર વિરોધી મનાતા રાજેશ આયરેને કોર્પોરેટરની ટીકીટ ન મળે તો વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નમેળવવા પર નજર છે.
વડોદરાઃ ભાજપે ત્રણ ટર્મથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાતા કોર્પોરેટર્સને ટિકિટ નહીં આપવાનો નિર્ણય લેતાં આરએસપી છોડીને ભાજપમાં આવેલા આર.એસ.પી ના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કોર્પોરેટર રાજેશ આયરેનું પત્તુ કપાઈ શકે છે. આ નવા નિયમના કારણે ભાજપમાં જોડાયા બાદ આયરે મુસીબતમાં મૂકાયા છે કેમ કે છેલ્લી ત્રણ ટર્મ થી રાજેશ આયરે કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. આ કારણે તેમને ટીકીટ નહીં મળે. જો કે ભાજપ તેમને 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી શકે છે.
જીતુ સુખડીયાના કટ્ટર વિરોધી મનાતા રાજેશ આયરેને કોર્પોરેટરની ટીકીટ ન મળે તો વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ નમેળવવા પર નજર છે. જીતું સુખડીયા 5 વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને 74 વર્ષથી ઉપર ઉંમર હોવાથી રાજેશ આયરેને આગામી વિધાનસભાચૂંટણીમાં ટીકીટ મળી શકે છે. રાજેશ આયરે તેમના પત્ની પૂર્ણિમા આયરે અને હેમલતાબેન ગોર આર.એસ.પી પાર્ટી છોડી ભાજપ માં જોડાયા હતા. સયાજીગંજ વિધાનસભા બેઠકની ચૂંટણીમાં ભાજપના જીતુ સુખડીયા સામે પણ રાજેશ આયરે લડયા હતા અને હાર્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion