શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઝાલોદમાં કોંગ્રેસના નેતાએ ધર્મસ્થાનમાં જઈને આપઘાત કરી લેતાં ચકચાર, બે મહિનામાં બીજા નેતાનું રહસ્યમય મોત
ઝાલોદ ન.પા.ના કોંગ્રેસના કાઉન્સિલર અંતિમ અગ્રવાલનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. ન.પા કાઉન્સિલર અંતિમ અગ્રવાલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે.
દાહોદઃ ઝાલોદ ન.પાના કાઉન્સિલરે આત્મહત્યા કરી લેતા ભારે ખળભળાટ મચી ગયો છે. ઝાલોદમાં એક બાદ એક કાઉન્સિલના મોતથી રાજકારણ પણ ગરમાયું છે. ઝાલોદ ન.પા.ના કોંગ્રેસના કાઉન્સિલર અંતિમ અગ્રવાલનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત થયું છે. ન.પા કાઉન્સિલર અંતિમ અગ્રવાલે અગમ્ય કારણોસર આત્મહત્યા કરી લીધી છે.
તેમણે ઝાલોદના માંડલીખુટાના માંડલેશ્વર ધામમાં આપઘાત કરી લીધો હતો. કાઉન્સિલર અંતિમ અગ્રવાલે આપઘાત કરતા રાજકારણ ગરમાયું છે. દાહોદ જિલ્લાના ઝાલોદ નગરના રહેવાસી અને નગર પાલિકાના વોર્ડ ન.6ના કાઉન્સિલર અંતિમ અગ્રવાલે માંડલેશ્વર ધામ ખાતે સાંજે ઝેરી ગોળીઓ ખાઈ લેતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમની વધુ તબિયત લથડતા પરિવારજનો દ્વારા વડોદરા લઇ જતી વખતે સારવાર માટે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
પાલિકા સભ્યે ઝેરી ગોળીઓ ખાઈને આપઘાત કરી લેતા નગર આખામાં ચર્ચાનો વિષય બન્યો હતો. પાલિકાના સભ્યના આપઘાતની ઘટનાને લઈને અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. નોંધનીય છે કે, પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને કાઉન્સિલર હિરેન પટેલની હત્યાની તપાસ અલગ-અલગ એજન્સીઓ દ્વારા કરાઈ રહી છે ત્યારે શનિવારે કોંગી સભ્યે આપઘાત કરી લેતાં રાજકીય ખળભળાટ પણ જોવા મળ્યો હતો. અંતિમ અગ્રવાલે કયા કારણસર આપઘાત કર્યો તે જાણવા મળ્યું નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion