Video: કાર પાર્ક કરતી બે મહિલાઓનો રમૂજી વીડિયો થયો વાયરલ
Viral Video: હાલમાં જ સોશિયલ મીડિયા પર એક રમૂજી વીડિયો વાયરલ થયો છે. જેમાં એક મહિલા રોડની સાઈડમાં કાર પાર્ક કરતી જોવા મળી રહી છે. જે દરમિયાન એવું કૈંક થાય છે જે જોઈને તમે તમારું હસવું રોકી શકશો નહી.
Funny Viral Video: સોશિયલ મીડિયા પર કેટલીકવાર કેટલાક આશ્ચર્યજનક વીડિયો જોવા મળે છે. જેને જોઈને યુઝર્સ હસી હસીને લોથપોથ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેને જોઈને યુઝર્સના પોતાની હસી રોકી શકશે નહી. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ વીડિયોમાં એક મહિલા પોતાની કારને રોડની સાઈડમાં પાર્ક કરેલી બે કારની વચ્ચે પાર્ક કરતી જોવા મળે છે. આ દરમિયાન કાર ચલાવતી મહિલાને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઘણી વખત પ્રયાસ કરવા છતાં પણ મહિલા કાર પાર્ક કરી શકતી નથી.
हर किसी को इस महिला की तरह होना चाहिए...#TrendingNow #Trending #viralvideos2022 #ViralVideo pic.twitter.com/5Irz8FpTv7
— Narendra Singh (@NarendraNeer007) November 19, 2022
લાખ પ્રયત્નો પછી પણ નિષ્ફળ
આ પછી મહિલા કારમાંથી નીચે ઉતરે છે અને પાછળ ઉભેલી કાર પાસે જાય છે અને તેના પગલાથી અંતર માપે છે. જેને જોઈને યુઝર્સને લાગે છે કે કદાચ આ વખતે તે પાર્ક કરી લેશે. બીજી તરફ મહિલા આ પ્રયાસમાં પણ નિષ્ફળ જાય છે. ચારે બાજુથી નિષ્ફળ ગયા બાદ કારમાં બેઠેલી મહિલા બીજી મહિલાની મદદ લે છે. આ પછી મહિલા તેની મદદ કરતી જોવા મળે છે. અન્ય મહિલાની મદદથી થોડી જ વારમાં કાર ચાલક મહિલા પોતાની કારને યોગ્ય રીતે પાર્ક કરી લે છે. આ પછી કાર ચાલક મહિલા બીજી મહિલાને ગળે લગાવે છે અને તેનો આભાર માને છે. આ પછી જે થાય છે તે જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે પેટ પકડીને પોતાનું હસવું રોકી શકતા નથી. વીડિયોમાં મદદ કરી રહેલી મહિલા આખરે પાછળ પાર્ક કરેલી કાર લઈને જતી રહે છે.
વીડિયો થયો જોરદાર વાયરલ
પાછળ પાર્ક કરેલી કારની ચાલક જ્યારે કાર લઈને જતી રહે છે ત્યારે કારને પાર્ક કરવા માટે મથી રહેલી મહિલા મુંઝવણમાં મૂકાઈ જાય છે અને માથું ખંજવાળવા લાગે છે. એ વિચારે છે કે જો એ મહિલાને જતું જ રહેવું હતું તો મને કાર પાર્ક કરવામાં મદદ કેમ કરી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર ઝડપથી શેર થઈ રહ્યો છે. આ વીડિયો નરેન્દ્ર સિંહ નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે.