કોલ્ડપ્લે શું છે? જેની ટિકિટ માટે ભારતમાં થઇ રહી છે પડાપડી, જાણો કોન્સર્ટ શું છે અને કેવી રીતે યોજાશે
Coldplay Concert: બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેએ ભારતમાં તેના કોન્સર્ટની શરૂઆત કરી દીધી છે. કોલ્ડપ્લે 'મ્યુઝિક ઓફ ધ સ્ફિયર્સ' હેઠળ વર્લ્ડ ટૂર કરી રહ્યું છે, જેમાં મુંબઈ અને અમદાવાદમાં જાન્યુઆરી કોન્સર્ટ યોજાશે. જેની ટિકિટને લઇને લોકો હજારો ખર્ચવા તૈયાર છે.
Coldplay Concert:બ્રિટનનું પ્રખ્યાત રોક બેન્ડ 'કોલ્ડપ્લે' હાલ દિવસોમાં ભારતમાં ચર્ચામાં છે. કોલ્ડપ્લેનો કોન્સર્ટ આવતા વર્ષે જાન્યુઆરીમાં મુંબઈમાં યોજાવાનો છે. આગામી તારીખ 18, 19 અને 21મી જાન્યુઆરીના રોજ મુંબઈમાં કોલ્ડપ્લેના ત્રણ કોન્સર્ટ યોજાવાના છે. એની સાથે હવે અમદાવાદનો ઉમેરો થયો છે. અહીં પણ ટિકિટોને લઇને ધસારો છે. હવે આ જે કોન્સર્ટને લઇને પડાપડી થઇ રહી છે તે આખરે 'કોલ્ડપ્લે' કોન્સર્ટ શું છે.
કોલ્ડપ્લે શું છે જેને ભારતમાં ધૂમ મચાવી છે?
કોલ્ડપ્લે એ બ્રિટિશ રોક બેન્ડ છે જેની રચના લંડનમાં 1996માં કરવામાં આવી હતી. આ એક મ્યુઝિક પીરસતુ ગ્રૂપ છે. સરળ શબ્દમાં કહીએ તો આ એક મ્યુઝિક બેન્ડ છે. લંડન (UCL) ખાતે ઓરિએન્ટેશન સપ્તાહમાં રોક જૂથની શરૂઆત થઈ હતી. તે અહીં ક્રિસ માર્ટિનની મુલાકાત જોની બકલેન્ડ સાથે થઇ હતી. બંનેએ સાથે મળીને તેઓનું એક ગ્રૂપ બનાવ્યું. એક વર્ષ પછી તેમાં બેરીમેનના જોડાવવાથી ગ્રૂપ ત્રણ લોકોનું થઇ ગયું. આ ત્રણેયે 'પેક્ટોરલ્ઝ' અને 'સ્ટારફિશ' નામોથી સાઈડ પ્રોજેક્ટ્સ કર્યા. બાદ ડ્રમ્સ સાથે વિલ ચેમ્પિયનના જોડાવવાથી 'કોલ્ડપ્લે' બની ગયુ. આ નામ તેમણે અન્ય સાથી વિદ્યાર્થી ટિમ ક્રોમ્પટન પાસેથી લીધું.
જૂથે 1996 થી 1998 દરમિયાન આ બેન્ડ઼ે કોન્સર્ટ યોજવાનું શરૂ કર્યું. 2000 માં, બેન્ડનું આલ્બમ 'યલો' ખૂબ જ લોકપ્રિય બન્યું અને તેને બ્રિટિશ આલ્બમ ઓફ ધ યર માટે બ્રિટ એવોર્ડ મેળવ્યો, શ્રેષ્ઠ વૈકલ્પિક સંગીત આલ્બમ માટેનો ગ્રેમી એવોર્ડ અને મર્ક્યુરી એવોર્ડ મેળ્યો. બેન્ડનું બીજું આલ્બમ 'અ રશ ઓફ બ્લડ ટુ ધ હેડ', 2002માં રિલીઝ થયું, તેણે પણ ઘણી ખ્યાતિ મેળવી અને આ વખતે ફરીથી રેકોર્ડ ઓફ ધ યર માટેનો ગ્રેમી એવોર્ડ જીત્યો. બેન્ડનું ત્રીજું આલ્બમ 'X&Y' (2005) અને ચોથું આલ્બમ 'Viva la Vida or Death and All His Friends' (2008) અનુક્રમે 2005 અને 2008માં વિશ્વભરમાં સૌથી વધુ વેચાતા આલ્બમ બનાવ્યાં. આ બંને આલ્બમ્સ 30 થી વધુ દેશોમાં ચાર્ટમાં ટોચ પર છે. 'વિવા લા વિડા' એ બેસ્ટ રોક આલ્બમનો ગ્રેમી એવોર્ડ પણ જીત્યો હતો. ત્યારથી કોલ્ડપ્લેએ ઘણા પ્રખ્યાત આલ્બમ બહાર પાડ્યા છે અને ખ્યાતિ મેળવી છે. દરેક આલ્બમે એક અનોખી થીમ રજૂ કરી અને બેન્ડના મૂળ પ્રદર્શનના ભંડારમાં નવી સંગીત શૈલીઓ ઉમેરી. બેન્ડ તેના લાઈવ પરફોર્મન્સ માટે પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે.
વિશ્વભરમાં 100 મિલિયન આલ્બમ્સ વેચાયા સાથે, કોલ્ડપ્લે 21મી સદીનું સૌથી સફળ બેન્ડ છે. તે અત્યાર સુધીના સૌથી વધુ વેચાતા સંગીત કલાકારોમાંના એક છે. તેઓ ઈતિહાસમાં છઠ્ઠા સૌથી વધુ પુરસ્કૃત જૂથ પણ છે. બેન્ડ પાસે તેની શાખ માટે નોંધપાત્ર સિદ્ધિઓ પણ છે.
શો કેવા પ્રકારનો હશે?
આ શોમાં કોઈ બ્રેક નથી. કલાકારને મળવા માટે દર્શકો માટે કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. લાઉન્જ ટિકિટ દર્શકોને ઘણી વિશેષ સુવિધાઓ પૂરી પાડશે જેમાં પ્રીમિયમ ફૂડ અને ડ્રિંક્સ, ઊંચાઈથી જોવાનું ડેક, અલગ પ્રવેશ લેન, શૌચાલય અને પાર્કિંગનો સમાવેશ થાય છે.સમગ્ર શો દરમિયાન પ્રોફેશનલ કેમેરા, વીડિયો ગ્રાફીની સખત મનાઇ છે. જો કે, ફોન કેમેરાને મંજૂરી આપવામાં આવશે. સ્થળ પર ધૂમ્રપાન પર પ્રતિબંધ રહેશે. જો શો રદ કરવામાં આવે છે, તો સમર્થકોને તેમની ટિકિટની રકમનું સંપૂર્ણ રિફંડ આપોઆપ પ્રાપ્ત થશે.