ભારતમાં કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન કેટલું જરૂરી,જાણો WHOએ શું કર્યું સૂચન
ભારતમાં કોરોનાવાયરસના ત્રીજી લહેર દરરોજ 2 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ લોકડાઉન મુદ્દે મત સ્પષ્ટ કર્યો છે. જાણીએ શું સૂચન કર્યું.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાવાયરસના ત્રીજી લહેર દરરોજ 2 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે, પરંતુ આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી.
ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જો કે આ દરમિયાન રાહતની વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોવિડ-19ના ત્રીજી લહેરમાં દરરોજ 2 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, પરંતુ આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું છે કે, ભારતમાં હાલમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી.
ભારતમાં WHOના પ્રતિનિધિ રોડ્રિકો એચ.ઓફિરિન કહે છે કે ભારત જેવા દેશમાં કોરોનાના ફેલાવાને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન અને મુસાફરી પર પ્રતિબંધ લગાવવા જેવા પગલાં નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે જીવન અને રોજગાર બંનેને બચાવવા જરૂરી છે.
ઓફરિને કહ્યું કે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં ફાયદો ઓછો છે અને તેનું નુકસાન વધુ છે, કારણ કે ચેપને રોકવા માટે લાદવામાં આવેલા નિયંત્રણોથી ઘણું આર્થિક નુકસાન થાય છે. તેમણે કહ્યું કે, ભારત જેવા દેશમાં જ્યાં વસ્તીના વિતરણમાં ઘણું , ત્યાં રોગચાળા સામે લડવા માટે જોખમ આધારિત અભિગમને અનુસરવું સમજદારીભર્યું છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. થોડા થોડા દિવસથી રોજના બે લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,82,970 નવા કેસ નોંધાયા છે અને 441 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 1,88,157 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 44,889 કેસ વધારે નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 18,31,000 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકા છે. ઓમિક્રોનના કુલ કેસ 8961 થયા છે.





















