Rajsthan Election:રાજસ્થાન પોલીસ માટે વિરાટ કોહલી કેમ બની ગયા હીરો, જાણો શું છે સમગ્ર મામલો
હકીકત એવી છે કે, રાજસ્થાન પોલીસ સોશિયલ મીડિયાના અલગ-અલગ એકાઉન્ટ પર એક્ટિવ છે. જેમાં ફેસબુક, યુટ્યુબ, એક્સ અને ટેલિગ્રામનો સમાવેશ થાય છે. રાજસ્થાન પોલીસના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે, તો રાજસ્થાન પોલીસ અને વિરાટ કોહલીનું શું છે કનેકશન જાણીએ
Rajsthan Election:રાજસ્થાન પોલીસ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, રાજસ્થાન પોલીસની સોશિયલ મીડિયા ટીમ કોઈપણ વર્તમાન મુદ્દા પર મીમ્સ અને આર્ટિક્લ્સ બનાવે છે. જે સતત શેર કરવામાં આવે છે. યુઝર્સ તેને લાઇક પણ કરે છે. હાલમાં સમગ્ર દેશમાં ક્રિકેટ ફિવર છવાઈ ગયો છે, તેથી રાજસ્થાન પોલીસ પણ તેનાથી દૂર નથી. રાજસ્થાન પોલીસે ક્રિકેટના નવા ભગવાન ગણાતા વિરાટ કોહલી વિશે કેટલાક મીમ્સ તૈયાર કર્યા છે, જેને 25 નવેમ્બરે યોજાનારી ચૂંટણી સાથે પણ જોડવામાં આવ્યા છે.
રાજસ્થાન પોલીસના લાખો સબ્સક્રાઇબર્સ
વાસ્તવમાં રાજસ્થાન પોલીસ સોશિયલ મીડિયાના અલગ-અલગ એકાઉન્ટ પર એક્ટિવ છે. જેમાં ફેસબુક, યુટ્યુબ, એક્સ અને ટેલિગ્રામનો સમાવેશ થાય છે. રાજસ્થાન પોલીસના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે અને દરરોજ રિલીઝ થતા વીડિયો અને મીમ્સ લાખો વખત જોવામાં આવે છે. પોલીસની સોશિયલ મીડિયા ટીમે વિરાટ કોહલી વિશે નવા મીમ્સ બનાવ્યા છે. જેને પસંદ કરવામાં આવી રહી છે. તેમાં લખ્યું છે V ફોર વિરાટ, V ફોર વિક્ટરી અને 4 વોટ... રાજસ્થાનમાં 25 નવેમ્બરે ચૂંટણી યોજાવાની છે.
રાજસ્થાનની ચૂંટણીમાં પણ કોહલીની લોકપ્રિયતા
વિરાટના આ મેસેજની સાથે એવું પણ લખવામાં આવ્યું છે કે તમારા વોટના અધિકારનો ઉપયોગ કરો. 25મી નવેમ્બરે મતદાન કરવા આવો. વિરાટે 50 સદી ફટકાર્યા બાદ પણ રાજસ્થાન પોલીસની સોશિયલ મીડિયા ટીમમાં વિરાટ વિશે ઘણા મીમ્સ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા જ્યારે ભારતીય ટીમ વર્લ્ડ કપમાં સતત જીત મેળવી રહી છે ત્યારે રાજસ્થાન પોલીસ આ જીતને લઈને સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ જોવા મળી રહી છે.