શોધખોળ કરો
કોરોનાથી અમેરિકામાં 22 લાખ, બ્રિટેનમાં 5 લાખ લોકોના મોત થઈ શકે છેઃ રિસર્ચ
કોરોના કહેરને ધ્યાનમાં રાખતા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સામાજિક જીવ પર હાલમાં પ્રતિબંધ લગાવી દીધો છે.

નવી દિલ્હીઃ કોરોનાથી સંક્રમિત લોકોની વધતી સંખ્યાથી સમગ્ર વિશ્વમાં ચિંતાની સ્થિતિ છે. લોકોમાં વાયરસ ફેલાવનો ડર વધતો જ જઈ રહ્યો છે. ત્યારે એક બ્રિટિશ રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બ્રિટેશ રિસર્ચ અનુસાર કોરોના વાયરસને કારણે અમેરિકામાં 22 લાખ અને બ્રિેટનમાં 5 લાખથી વધારે મોત થઈ શકે છે. આ આંકડો એટલો વધારે છે કે બ્રિટેનની સરકારને સ્ટડીના આધારે કડક પગલા ઉઠાવવામાં મદદ મળી શકે છે. કોરોના કહેરને ધ્યાનમાં રાખતા વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાના પ્રધાનમંત્રી બોરિસ જોનસને સામાજિક જીવ પર હાલમાં પ્રતિબંધ લગાવી દીધો છે. લંડનની ઇમ્પીરિયલ કોલેજના પ્રોફેસર નીલ ફરગૂસનની અધ્યક્ષતામાં આ સ્ટડી તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ તૈયાર કરવા માટે પ્રોફેશર નીલને ઇટલી અને હાલમાં જ વધેલ કોરોના કેસનો ડેટામાં ઉપયોગ કરવામાં આવ્યા છે. નીલ ફરગૂસને પોતાના અભ્યાસમાં કોરોનાની અસર અને 1918માં ફેલાયેલ ફ્લૂની અસરની તુલના કરવામાં આવી છે. નીલની ટીમનું કહેવું છે કે, હાલમાં કોરોના ગંભીર સમસ્યા બની ગોય છે અને જેમાં અમેરિકામાં 22 લાખ અને બ્રિટેનમાં 5 લાખથી વધારે મોત થવાની આશંકા છે.
વધુ વાંચો





















