યુક્રેનમાં યુદ્ધના ભણકારા વચ્ચે 350 ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા, વાલીઓ ચિતિંત
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. આ સ્થિતિમાં યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતના 18 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમાં 350 ગુજરાતી વિદ્યાર્થીઓ પણ છે
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ છે. આ સ્થિતિમાં યુક્રેનમાં અભ્યાસ કરતા ભારતના 18 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. જેમાં 350 ગુજરાતી વિદ્યાર્થીઓ પણ છે. વિદ્યાર્થીઓ .યુક્રેનમાં ફસાતા તેના વાલીના જીવ અદ્ધર થઇ ગયા છે.
ઉલ્લેખનિય છે કે. યુક્રેનની યુનિવર્સિટીઓમાં ડિગ્રી લેવા માટે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ જાય છે. ભારતીય છાત્રો યુક્રેન જતા હોય છે. યુક્રેન અને રશિયા વચ્ચેના સંભવિત યુદ્ધની અસર ગુજરાતી વિદ્યાર્થીઓ પર પડી છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બની રહી છે, હાલ ત્યાં તણાવનો માહોલ છે ત્યારે યુક્રેનમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી ફસાયેલા છે.
ગુજરાતના અંદાજિત 35 વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરે છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની તૈયારી ચાલી રહી હોવાથી ગુજરાતી વિદ્યાર્તીઓના વાલીઓ ચિંતિત બન્યા છે. યુક્રેનની કટોકટીની સ્થિતિના કારણે ફ્લાઈટના ભાડામાં પણ ધરખમ વધારો કરાયો છે. ચિંતિત વાલીઓએ સરકારને સંતાનોને સુરક્ષિત સ્વદેશ પહોંચાડવા માંગણી કરી છે.
આજે યોજેયેલી પત્રકાર પરિષદમાં શિક્ષણ મંત્રીએ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશે વાત કરતા જાણવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સુરક્ષિત ગુજરાત પહોંચાડવા માટે રાજ્ય સરકાર સતત કેન્દ્ર સરકારના સંપર્કમાં છે અને વિદ્યાર્થીઓને સહી સલામત ઘર વાપસી માટે પ્રયત્નશીલ છે.
સુરતમાં આમ આદમી પાર્ટીને લાગશે મોટો ઝટકો, કેટલાક કોર્પોરેટર સાંજે ભાજપમાં જોડાશે
સુરત: સુરતમાં આમ આદમી પાર્ટીને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. સુરતમાં આજે સાંજે આમ આદમી પાર્ટીના કેટલાક કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ શકે છે. સુરત આમ આદમી પાર્ટીમાં મોટુ ગાબડુ પડી શકે છે.
જે લોકો આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેઓ કચરા સમાન છે. આ નિવેદન સુરત મનપાના નેતા વિપક્ષ ધર્મેશ ભંડેરીએ આપ્યું છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદન કોઠિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. કુંદન કોઠિયા સાથે અન્ય એક કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યાતા છે.
પાંચ કોર્પોરેટરોએ ભાજપનો ખેસ ધારણ કરી પાર્ટીને ઝાટકો આપ્યો હતો