China Earthquake: ચીનના Sichuan પ્રાન્તમાં ભૂકંપથી ભારે તબાહી, અત્યાર સુધી 46 લોકોના મોત, અનેક ઇમારતો ધરાશાયી
ચીનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.
Natural Disaster: ચીનમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મોત થયા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન સિચુઆન પ્રાંતમાં થયું છે. ચીનના સિચુઆન પ્રાંતમાં ભૂકંપના કારણે ભારે તબાહી સર્જાઈ છે. ભૂકંપના કારણે અહીંની અનેક ઈમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. ભૂકંપનું કેન્દ્ર લુડિંગ કાઉન્ટી હોવાનું કહેવાય છે.
ચીનના સિચુઆન પ્રાંતમાં સોમવારે 6.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે મોટી ઇમારતો પણ તેના આંચકાને સહન કરી શકી નહીં અને એક જ ક્ષણમાં તે કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી. સર્વત્ર તબાહી અને વિનાશના દ્રશ્યો નજરે પડી રહ્યા છે. ક્યાંક ઈમારતોનો કાટમાળ દેખાઈ રહ્યો છે તો ક્યાંક રસ્તાઓ પર તિરાડો પડી ગઈ છે. રહેણાંક વિસ્તારોમાં મકાનોના કાટમાળ નીચે લોકો દટાયા હતા.
#UPDATE At least 46 people were killed when a strong earthquake struck southwestern China on Monday, state media reported, as violent tremors in a remote region damaged homes and left some areas without electricity https://t.co/yQPDv8Zorp
— AFP News Agency (@AFP) September 5, 2022
સિચુઆન પ્રાંતમાં સૌથી વધુ વિનાશ
ભૂકંપ બેઇજિંગ સમય મુજબ બપોરે 12.52 કલાકે આવ્યો હતો. જેના કારણે સૌથી વધુ વિનાશ સિચુઆન પ્રાંતમાં થયો છે. ઘણી જગ્યાએ ઈમારતો ધરાશાયી થઈ ગઈ, જ્યારે વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા. જેના કારણે હજારો ઘરોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. રાહત અને બચાવ માટે ફાયર બ્રિગેડની 1100 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ સાથે 50 સભ્યોની ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. રાહત અને બચાવ માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે.