શોધખોળ કરો
Advertisement
અયોધ્યામાં ભૂમિપૂજન: 5 ઓગસ્ટે ન્યૂયૉર્ક ટાઇમ્સ સ્કેવરમાં જોવા મળશે ભગવાન રામ અને મંદિરની તસવીર
રામ મંદિરના ભૂમિપૂજનના અવસર પર ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિરની થ્રી ડી તસ્વીર પ્રદર્શિત કરવામાં આવશે.
ન્યૂયોર્ક: અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થવાનું છે. ત્યારે આ અવસર પર ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કેવરમાં વિશાળ બિલબોર્ડ પર ભગવાન રામ અને ભવ્ય રામ મંદિરની થ્રી ડી તસ્વીર પ્રદર્શિત કરવામાં આવશે. આયોજકોનું કહેવું છે કે, આ ઐતિહાસિક ક્ષણને
અમેરિકા ભારત સાર્વજનિક મામલાની સમિતિના અધ્યક્ષ જગદીશ સેવ્હાની બુધવારે કહ્યું કે, ન્યૂયોર્કમાં પાંચ ઓગસ્ટે તે ઐતિહાસિક ક્ષણનો ઉત્સવ મનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. તેમણે કહ્યું, ભારતીય સમુદાયના લોકો પણ ટાઈમ્સ સ્કેવર પાસે એકત્ર થઈને ઉત્સવ મનાવશે અને મીઠાઈ વહેંચશે.
સેવ્હાની કહ્યું કે, વિશાળ નેસ્ડેક સ્ક્રીન સિવાય 17,000 વર્ગ ફૂટ વાળી એલઈજી સ્ક્રીન પર થ્રીડી તસ્વીરોને પ્રદર્શન કરવામાં આવશે. પાંચ ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હિંદી અને અંગ્રેજીમાં ‘જય શ્રી રામ ’ પ્રદર્શિત કરવામાં આવશે અને ભગવાન રામના ચિત્ર અને વિડિયો, મંદિરની સંરચનાને થ્રીડી ચિત્ર તથા પીએમ મોદી દ્વારા શિલાન્યાસ કરવાની તસ્વીર અનેક હોર્ડિંગ્સ પર પ્રદર્શિત કરવામાં આવશે. ટાઈમ્સ સ્કેવર પર લાગેલું બિલબોર્ડ દુનિયાના સૌથી મોટા અને આકર્ષક બિલ બોર્ડમાંથી એક છે અને પ્રર્યટકો વચ્ચે ઘણુ લોકપ્રિય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion