કોરોનાવાયરસના કારણે આ સ્પોર્ટ્સપર્સનનું મોત, અઠવાડિયા પહેલાં પિતા કોરોનાના ચેપને કારણે ગુજરી ગયા હતા
કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં લોકો મોતને ભેટી રહ્યાં છે. કોરોના વાયરસે સૌથી ખરાબ અસર ઈટાલીને કરી છે
રોમઃ કોરોનાવાયરસના કારણે વિશ્વભરમાં લોકો મોતને ભેટી રહ્યાં છે. કોરોના વાયરસે સૌથી ખરાબ અસર ઈટાલીને કરી છે. ઈટાલીમાં કોરોનાવાયરસનો ભોગ મહાન દોડવીર દોનાતો સાબિયા પણ બન્યા છે. ઇટાલીની ઓલિમ્પિક સમિતિએ બુધવારે જાહેરાત કરતાં કહ્યું કે, રનર દોનાતો સાબિયા (56 વર્ષ)નું કોરોનાના કારણે નિધન થયું છે. સાબિયા મીટર દોડમાં બે વાર ઓલિમ્પિક્સની ફાઈનલમાં પ્રવેશ્યા હતા અને યુરોપીયન ચેમ્પિયન હતા. ઈટાલીમાં તેમની ગણના મહાન દોડવીર તરીકે થાય છે.
થોડા દિવસો પહેલાં સાબિયાના પિતાનું પણ કોરોનાના કારણે અવસાન થયું હતું. સાબિયા કોરોનાના કારણે જીવ ગુમાવનાર રમત જગતના છઠ્ઠા દિગ્ગજ ખેલાડી છે.
સાબિયા 1984માં અમેરિકાના લોસ એંજેલિસમાં યોજાયેલા ઓલિમ્પિકમાં પાંચમા અને 1988માં દક્ષિણ કોરીયના સોલમાં યોજાયેલો ઓલિમ્પિકમાં સાતમા સ્થાને રહ્યો હતો. તેમણે 800 મીટરમાં જ 1984માં યુરોપિયન ઇન્ડોર ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇટલી ઓલિમ્પિક સમિતિ અનુસાર સાબિયા દુનિયાના પહેલા ઓલિમ્પિક ફાઇનલિસ્ટ છે, જેમનું કોરોનાથી અવસાન થયું છે.