US Airstrike In Kabul: કાબુલમાં અમેરિકાએ એર સ્ટ્રાઇક કરી સુસાઇડ બોમ્બરની ગાડીને ઉડાવી
કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે
LIVE
Background
કાબુલ શહેરમાં મોટો વિસ્ફોટ થયો છે. કાબુલ એરપોર્ટ નજીક ખાજેહ બાગરાના રહેણાક વિસ્તારમાં એક ઘર પર રોકેટ હુમલો કરવામાં આવ્યો છે જે ઘર પર રોકેટ પડ્યુ તે ઘરમાં એક બાળકનું મોત થયું છે અને ત્રણ ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. અફઘાનિસ્તાનના મીડિયાના કહેવા પ્રમાણે ઘર પર રોકેટ પડ્યું છે. ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમેરિકાએ કહ્યું કે અમારુ ટાર્ગેટ સફળ રહ્યુ
અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા બિલ અર્બને કહ્યું કે અમેરિકન સૈન્યએ આજે કાબુલમાં એક વાહન પર ડ્રોનથી હુમલો કર્યો. જેનાથી કાબુલ એરપોર્ટ પર આઇએસઆઇએસ-કેનો ખતરો સમાપ્ત થયો છે. અમને વિશ્વાસ છે કે અમે લક્ષ્યને સફળતાપૂર્વક નષ્ટ કરી દીધું છે. અમે નાગરિકોની ઇજા થવાની સંભાવનાઓનું આંકલન કરી રહ્યા છીએ. જોકે, હાલમાં અમારી પાસે કોઇ સંકેત નથી.
US military forces conducted a self-defense unmanned over-the-horizon airstrike today on a vehicle in Kabul, eliminating an imminent ISIS-K threat to Hamid Karzai International Airport. We're confident we successfully hit the target: Bill Urban, US Central Command spokesperson
— ANI (@ANI) August 29, 2021
તાલિબાની પ્રવક્તાએ આપ્યું નિવેદન
તાલિબાની પ્રવક્તાએ કહ્યું કે, અમેરિકન સૈન્યના હવાઇ હુમલામાં એક ગાડીમાં બેસેલા સુસાઇડ બોમ્બરને નિશાન બનાવવામાં આવ્યો છે જે એરપોર્ટ પર હુમલો કરવાની તૈયારીમાં હતો. પ્રવક્તા જબીહુલ્લાહ મુઝાહીદે કહ્યું કે આ હુમલો રવિવારે થયો છે. અમેરિકન સૈન્યના અધિકારીઓ સાથે તત્કાળ સંપર્ક થઇ શક્યો નથી. દેશ પર તાલિબાનના કબજા બાદ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવાના અભિયાનના અંત તરફ આગળ વધી રહ્યું છે.
હવે તાલિબાને કહ્યું- અમેરિકાએ કરી એર સ્ટ્રાઇક
કાબુલ એરપોર્ટ નજીક થયેલા હુમલા પર તાલિબાને નિવેદન આપ્યું છે. તાલિબાને કહ્યુ કે અમેરિકાએ એર સ્ટ્રાઇકમાં સુસાઇડ બોમ્બની ગાડી નષ્ટ થઇ ગઇ છે. તાલિબાને કહ્યું કે સુસાઇડ બોમ્બરનો ટાર્ગેટ કાબુલ એરપોર્ટ હતુ.
ફોક્સ ન્યૂઝનો દાવો- અમેરિકાએ કર્યો હુમલો
ફોક્સ ન્યૂઝે દાવો કર્યો હતો કે અમેરિકાએ ડ્રોન હુમલો કર્યો છે. વિસ્ફોટકો ભરેલી કાર એરપોર્ટ જઇ રહી હતી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સે શું કહ્યું
ન્યૂઝ એજન્સી રૉયટર્સે અમેરિકાના બે અધિકારીઓને ટાંકીને લખ્યું કે અમેરિકાએ કાબુલમાં શંકાસ્પદ આઇએસઆઇએસ-કેના આતંકીઓને નિશાન બનાવીને મિલિટ્રી સ્ટ્રાઇક કરી હતી.
Afghanistan: US carried out a military strike targetting suspected ISIS-K terrorists in Kabul, reports Reuters quoting two US officials
— ANI (@ANI) August 29, 2021