(Source: ECI/ABP News/ABP Majha)
દક્ષિણ કોરિયન કાઉન્ટીના ઉલજિનમાં પરમાણુ પ્લાન્ટ નજીક જંગલમાં વિકરાળ આગ લાગી, જુઓ વીડિયો
ઉલજિનમાં પરમાણુ પ્લાન્ટ આવેલ છે અને તેની પાસે જ આવેલા જંગલમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ વિકરાળ હોવાથી આગના ધુમાડાના વાદળ બની રહ્યા હોવાનું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે.
દક્ષિણ કોરીયાના કાઉન્ટીના ઉલજિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પરમાણુ પ્લાન્ટ નજીક આવેલા જંગલમાં આ આગ લાગી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, જંગલમાં લાગેલી આ આગ ખુબ વિકરાળ છે. પરમાણુ પ્લાન્ટ નજીક લાગેલી આગથી મોટો ખતરો પણ સેવાઈ રહ્યો છે. આગ લાગતાં સ્થાનિક તંત્રનું ફાયર બ્રિગેડ આગ બુઝાવવા કામે લાગ્યું છે. પરંતુ આગ એટલી વિકરાળ છે કે, ભારે જહેમત લાગી રહી છે. ઉલજિનમાં પરમાણુ પ્લાન્ટ આવેલ છે અને તેની પાસે જ આવેલા જંગલમાં આગ લાગતાં ભારે અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ વિકરાળ હોવાથી આગના ધુમાડાના વાદળ બની રહ્યા હોવાનું પણ વીડિયોમાં દેખાઈ રહ્યું છે. આગના કારણે હાઈવે પર વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે. આગના ધુમાડાથી વાતાવરણાં વિઝીબીલીટી પણ ઘટી ગઈ છે જેથી વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડી રહી છે.
A wildfire broke out near a nuclear plant in South Korean county of Uljin pic.twitter.com/AFgGyBNCmr
— Reuters (@Reuters) March 4, 2022