(Source: ECI/ABP News/ABP Majha)
Russia Plane Crash:રશિયામાં 28 મુસાફરો ભરેલા વિમાનનો સંપર્ક તૂટ્યો, દરિયામાં ડૂબવાની આશંકા
સમાચાર મુજબ એજન્સીઓએ ઈમરજન્સી સેવાઓને હવાલો આપતા કહ્યું વિમાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી કોઈ સમાચાર નથી.
રશિયાના સુદૂર પૂર્વમાં 28 મુસાફરોને લઈ જતા વિમાન સાથે સંપર્ક તૂટી ગયો છે. સમાચાર મુજબ એજન્સીઓએ ઈમરજન્સી સેવાઓને હવાલો આપતા કહ્યું વિમાન સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે પરંતુ અત્યાર સુધી કોઈ સમાચાર નથી.
સમાચાર મુજબ, An-26 વિમાન કામચટકા પ્રાયદ્રીપમાં પેટ્રોપાલલોવ્સ્ક-કામચત્સ્કીથી પાલના માટે રવાના થયું હતું પરંતુ ઉડાણ ભર્યા બાદ અચાનક સંપર્ક તૂટી ગયો હતો. રશિયાની ન્યૂઝ એજન્સીઓ અનુસાર વિમાનમાં 28 લોકો સવાર હતા. આ 28 લોકોમાં ચાલક દળના 6 સદસ્યો સામેલ છે અને અન્ય મુસાફરોમાં એક-બે બાળકો પણ સામેલ છે.
વિમાન દરિયામાં ડૂબવાની આશંકા
વિમાનનો અચાનક સંપર્ક તૂટી જવો અને સાથે ગાયબ થવાનું કારણ અત્યાર સુધી નથી જાણી શકાયું પરંતુ કેટલાક રિપોર્ટ મુજબ જણાવવામાં આવી રહ્યું છે કે વિમાન દરિયામાં ડૂબી ગયું છે. એક સૂત્રએ ટીએએસએસને જાણકારી આપતા જણાવ્યું કે વિમાન દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થઈ શકે છે અથવા શક્યતા છે કે પાલના શહેરની આસપાસ કોયલા ખીણ પાસે તૂટી પડ્યું હોય. આધિકારીક રીતે હજુ સુધી કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી.
રશિયામાં પહેલા પણ વિમાન દુર્ઘટના થઈ છે
એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે બે હેલીકોપ્ટરની મદદથી તપાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. સાથે જ બચાવકર્મીઓ સતત વિમાનનો શોધવા માટે લાગ્યા છે. તમને જણાવી દઈએ કે લાપરવાહીના કારણે રશિયામાં આ પહેલા પણ ઘણા વિમાન દુર્ઘટના થઈ ચૂકી છે.