શોધખોળ કરો
Advertisement
અફઘાનિસ્તાન: મસ્જિદમાં નમાજ દરમિયાન બોમ્બ બ્લાસ્ટ, 62 લોકોના મોત
પૂર્વ નંગહરહાર પ્રાંતના હસ્ક મીના જિલ્લામાં બ્લાસ્ટના કારણે મસ્જિદની છત ધરાશાઈ થઈ હતી અને આ ઘટનામાં 55 જેટલા લોકો ઘાયલ થયા છે.
જલાલાબાદ: અફઘાનિસ્તાનમાં શુક્રવારે મસ્જિદમાં નમાઝ સમયે થયેલા બૉમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 62 લોકોનાં મૃત્યુ થયા છે. જ્યારે 55 લોકો ઘાયલ છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે.
પ્રાંતના રાજ્યપાલના પ્રવક્તા અત્તાઉલ્લાહ ખાગ્યાનીએ જણાવ્યું કે પૂર્વ નંગહરહાર પ્રાંતના હસ્ક મીના જિલ્લામાં બ્લાસ્ટના કારણે મસ્જિદની છત ધરાશાઈ થઈ હતી અને આ ઘટનામાં 55 જેટલા લોકો ઘાયલ થયા છે. તેઓએ જણાવ્યું કે પ્રાંતીય રાજધાની જલાલાબાદથી લગભગ 50 કિલોમીટર દૂર આ ઘટના બની છે.
હાલમાં આ હુમલાની જવાબદારી કોઈ સંગઠને લીધી નથી પરંતુ તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ બન્ને આ પ્રાંતમાં સક્રિય છે.
સંયુક્ત રાષ્ટ્ર મુજબ આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં હિંસામાં ઓછામાં ઓછા 1174 નાગરિકોનાં મૃત્યુ થયાં છે અને 3139 લોકો ઘાયલ થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
Advertisement