શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાઃ ભીષણ આગ બાદ હવે આવી નવી મુસીબત, આ કારણે અનેક શહેરોમાં વીજ પૂરવઠો ખોરવાયો, જાણો વિગત
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ બાદ હવે ન્યૂ સાઉથ વેલ્સમાં ધૂળની આંધીએ લોકો માટે નવી મુશ્કેલી ઉભી કરી છે. આંધીનો વીડિયો સામે આવ્યો છે, જે ઘણો ભયાનક અને ડરામણો છે.
સિડનીઃ ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગ બાદ હવે ન્યૂ સાઉથ વેલ્સમાં ધૂળની આંધીએ લોકો માટે નવી મુશ્કેલી ઉભી કરી છે. આંધીનો વીડિયો સામે આવ્યો છે, જે ઘણો ભયાનક અને ડરામણો છે. આંધીના કારણે નૈરોમાઇન શહેર ખૂબ પ્રભાવિત થયું છે. અનેક શહેરો અને નગરોમાં વીજળી પૂરવઠો બંધ કરી દેવામાં આવ્યો છે.
હવામાન વિભાગે રવિવારે સાંજે અંતરીયાળ વિસ્તારો માટે ધૂળની આંધીની ચેતવણી જાહેર કરી હતી. જેના કારણે લોકો પહેલાથી જ સુરક્ષિત સ્થાન પર જતા રહ્યા હતા. બ્યૂરોના જણાવ્યા મુજબ પાર્ક્સ વિસ્તારમાં ધૂળની આંધીની ઝડપ 94 કિમી/કલાક હતી. જ્યારે ડબ્બોમાં 107 કિમી/કલાક નોંધાઈ હતી.
ધૂળની આંધીના કારણે ઈમરજન્સી સર્વિસમાં સહાય માટે કુલ 1453 કોલ આવ્યા હતા. જેમાં એક હજારથી વધારે કોલ માત્ર ઈમારતો અને ઘરોને પહોંચેલા નુકસાનની મદદ માટે હતા.#BreakingNews A sandstorm has struck #Australia. Hurricane winds in New South Wales reached speeds of over 100 km / h. pic.twitter.com/eIzESdIDZR
— Kapil Patil (@Kapil_Patils) January 20, 2020
વિક્ટોરિયાના પૂર્વ ગિપ્સલેન્ડમાં સૌથી વધારે 56.60 મિમી વરસાદ થયો છે. મેલબોર્નના ઉત્તર-પૂર્વમાં ગાજવીજ સાથે ભારે આંધી આવી હતી. મોટાભાગના વિસ્તારોમાં 10-15 મિમી વરસાદ થયો હતો, જ્યારે ડોનકાસ્ટરમાં 27 મિમી વરસાદ થયો હતો. (વીડિયો સૌજન્યઃ ટ્વિટર) તાપીઃ વ્યારામાં સાવકા પિતાએ જ કરી પુત્રની હત્યા, કારણ જાણીને હચમચી જશો NPRને લઈ મમતા બેનર્જીએ રાજ્યોને કરી અપીલ, કહ્યું- પહેલા એક વખત આ કાનૂનને વાંચો અને પછી....... ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત, જાણો વિગતેI know Australians are used to wild weather, but c’mon, 2020 has been ridiculous#duststorm #Australia pic.twitter.com/JuS4DeIzGn
— Dr. Lucky Tran ???? (@luckytran) January 20, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement