શોધખોળ કરો
Advertisement
NPRને લઈ મમતા બેનર્જીએ રાજ્યોને કરી અપીલ, કહ્યું- પહેલા એક વખત આ કાનૂનને વાંચો અને પછી.......
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને લઈ પૂર્વોત્તરના રાજ્યોની સાથે બિન-ભાજપ શાસિત રાજ્યોને ખાસ અપીલ કરી છે.
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર (NPR)ને લઈ પૂર્વોત્તરના રાજ્યોની સાથે બિન-ભાજપ શાસિત રાજ્યોને ખાસ અપીલ કરી છે. તેમણે સોમવારે કહ્યું કે, તમારે આ કાનૂનને રાજ્યમાં લાગુ કરતા પહેલા સારી રીતે વાંચવો જોઈએ. જે બાદ તેને લાગુ કરવાને લઈ કોઈ નિર્ણય પર પહોંચવું જોઈએ. એનપીઆર એક ખતરનાક ખેલ છે અને તે એનઆરસી અને સીએએ સાથે સંબંધિત છે. રાજ્યોએ તેને પરત લેવાનો પ્રસ્તાવ પાસ કરવો જોઈએ.
શું છે NPR ?
એનપીઆર એટલે કે નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં દેશમાં રહેનારા દરેક વ્યક્તિની સંપૂર્ણ માહિતી હશે. આ એક એવુ રજીસ્ટર છે, જેમાં દેશમાં રહેતા લોકોની ઓળખ સંબંધિત દરેક માહિતી હશે. ગૃહમંત્રાલય અંતર્ગત આવતી ઓફિસ ઓફ ધ રજીસ્ટ્રાર જનરલ એન્ડ સેન્સસ કમિશનની વેબસાઈટ મુજબ આ દેશમાં રહેનારા લોકોની માહિતીનું એક રજીસ્ટર હશે.
એનપીઆરમાં કઈ માહિતી એકત્ર કરાશે
તે માટે લોકોના નામ, સરનામુ, શિક્ષણ જેવી 15 માહિતીઓ માંગવામાં આવશે. લોકોની તસવીરો, ફિંગર પ્રિન્ટ રેટિનાની પણ માહિતી એકત્ર કરાશે.. પાંચ વર્ષથી વધુ સમયથી રહેતા દરેક ઉમંરના રહેવાસીની દરેક માહિતી ધરાવતુ રજીસ્ટર હશે.
સરકારનો શું છે ઉદ્દેશ
એનપીઆર લાગુ કરીને કરીને દેશનાં દરેક નાગરિકની ઓળખનો ડેટા તૈયાર કરવાનો સરકારનો ઉદ્દેશ છે. આ માટે 6 મહિના કે તેનાથી વધારે સમયથી કોઈ વિસ્તારમાં રહેતા લોકોએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ડેટાબેઝમાં ડેમોગ્રાફી અને બાયોમેટ્રિકની જાણકારી હશે. 2011 વસ્તી ગણતરીની સાથે 2010માં NPRનો ડેટા તૈયાર કરાયો હતો.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત, જાણો વિગતે
ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર
ICC ODI રેન્કિંગઃ ભારતીય ખેલાડીઓને દબદબો, આ ખેલાડીઓ છે ટોપ પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
શિક્ષણ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion