શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયાને લાગી શકે છે મોટો ઝટકો, આ ફાસ્ટ બોલર થયો ઈજાગ્રસ્ત, જાણો વિગતે
વિદર્ભ સામે રમાઇ રહેલી મેચમાં સોમવારે ઈશાંત શર્માને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ઈશાંત શર્માની ઉપસ્થિતિને લઈ સવાલ ઉભા થયા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમને ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા મોટો ઝટકો લાગી શકે છે. રણજી ટ્રોફીના એક મુકાબલામાં રમતી વખતે ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો. વિદર્ભ સામે રમાઇ રહેલી મેચમાં સોમવારે ઈશાંત શર્માને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જે બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ઈશાંત શર્માની ઉપસ્થિતિને લઈ સવાલ ઉભા થયા છે.
ભારતીય ટીમનો સૌથી સીનિયર ફાસ્ટ બોલર ઈશાંત શર્મા વિદર્ભ સામે ઈનિંગની પાંચમી ને ત્રીજી ઓવર ફેંકી રહ્યો હતો. આ ઓવર દરમિયાન પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તેની ઈજા અંગે વધુ જાણકારી સામે આવી નથી પરંતુ મેદાનમાંથી બહાર જતી વખતે ઘણી પીડા થતી હોવાનું તેના ચહેરા પરથી જણાતું હતું. વિદર્ભ સામે પ્રથમ ઈનિંગમાં ઈશાંત શર્માએ 45 રન આપીને 3 વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલા ઈશાંત શર્માની અંતિમ રણજી મેચ હતી. ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચ રમવાની છે. ન્યૂઝીલેન્ડ સીરિઝ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો છે. જો તેની ઈજા વધારે ગંભીર નહીં હોય તો ન્યૂઝીલેન્ડ પ્રવાસ વખતે હેમિલ્ટનમાં પ્રેક્ટિસ મેચ રમતો નજરે પડી શકે છે. જો ઈજા ગંભીર હશે તો નેશનલ ક્રિકેટ એકેડમીમાં મોકલવામાં આવી શકે છે.
ઈશાંત શર્મા અત્યાર સુધીમાં 96 ટેસ્ટ રમી ચુક્યો છે. જેમાં તેણે 292 વિકેટ ઝડપી છે. છેલ્લા થોડા સમયથી ઈશાંત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે અને ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલિંગનું નેતૃત્વ કરી રહ્યો છે.
પરીક્ષા પે ચર્ચાઃ કુંબલે અને લક્ષ્મણ-દ્રવિડના ઉદાહરણ દ્વારા પીએમ મોદીએ વિદ્યાર્થીઓને શું કહ્યું ? જાણો વિગતે
ICC ODI રેન્કિંગઃ ટોપ-10 ઓલરાઉન્ડર્સમાં જાડેજાનો થયો સમાવેશ, જાણો કેટલામો છે નંબર
ICC ODI રેન્કિંગઃ ભારતીય ખેલાડીઓનો દબદબો, આ ખેલાડીઓ છે ટોપ પર
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion