શોધખોળ કરો

US એરફોર્સ ચીફના નિવેદથી દુનિયા ભયભીત, અમેરિકી સૈન્યને મહાયુદ્ધ માટે તૈયાર રહેવા' આદેશ'

તેમણે સેનાના અધિકારીઓને યુદ્ધની તૈયારી કરવાની ચેતવણી આપી છે. અમેરિકન અધિકારીના આ નિવેદનથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

General Mike Minihan : ચીન અને અમેરિકા વચ્ચે બે વર્ષ પછી ભીષણ યુદ્ધ થઈ શકે છે. યુએસ એરફોર્સના એક ટોચના જનરલે આ મામલે મોટો દાવો કર્યો છે અને વરિષ્ઠ અધિકારીઓને મેમો મોકલ્યો છે. તેમના આ દાવા બાદ તમામ ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. ટોચના અધિકારીએ મેમોમાં કહ્યું છે કે 2025માં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ થઈ શકે છે. તેની શક્યતાઓ વધી રહી છે. તેમણે સેનાના અધિકારીઓને યુદ્ધની તૈયારી કરવાની ચેતવણી આપી છે. અમેરિકન અધિકારીના આ નિવેદનથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.

યુએસ એરફોર્સ જનરલે શુક્રવારે આ મેમો તેમના અધિકારીઓને મોકલ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા બે વર્ષમાં ચીન સાથે યુદ્ધ કરશે અને તેમને લક્ષ્ય માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. એનબીસી ન્યૂઝ અનુસાર, એર મોબિલિટી કમાન્ડના વડા જનરલ માઈક મિનાહને કહ્યું હતું કે- મને આશા છે કે હું જે વિચારી રહ્યો છું તે ખોટું સાબિત થશે. મારો અંતરઆત્મા કહે છે કે હું 2025માં યુદ્ધના મેદાનમાં લડીશ. ઉલ્લેખનીય છે કે, એર મોબિલિટી કમાન્ડમાં લગભગ 50 હજાર સર્વિસ મેમ્બર અને લગભગ 500 એરક્રાફ્ટ છે. યુ.એસ.માં એર મોબિલિટી કમાન્ડ પરિવહનના કાફલાની જાળવણી અને એરક્રાફ્ટના રિફ્યુઅલિંગ માટે જવાબદાર છે.

'ચીન 2024ની ચૂંટણીનો ફાયદો ઉઠાવશે'

મિન્હાને મેમોમાં વધુમાં જણાવ્યું હતું કે, તાઈવાન અને યુએસ બંનેમાં 2024 માં રાષ્ટ્રપતિની ચૂંટણીઓ થવાની હોવાથી, યુએસ "વિચલિત" થઈ જશે અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને તાઈવાન પર આગળ વધવાની તક મળશે. જનરલ માઈકે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આકાંક્ષાઓને ટાંકીને સંભવિત સંઘર્ષ માટે તેમની તૈયારીઓને ઝડપી બનાવવા ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, શીએ તેમનો ત્રીજો કાર્યકાળ (કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે) મેળવ્યો છે અને ઓક્ટોબર 2022માં તેમની યુદ્ધ પરિષદની સ્થાપના કરી છે.

'2025માં યુદ્ધની શક્યતાઓ વધશે'

તાઇવાનની રાષ્ટ્રપતિની ચૂંટણી 2024માં છે જે શીને તક આપવાનું કામ કરશે. મિનિહાને કહ્યું હતું કે, અમેરિકામાં પણ 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. અહીં ચૂંટણીના માહોલમાં 'તણાવપૂર્ણ' રહેશે. આ સ્થિતિમાં ચીન પોતાની રણનીતિને અમલમાં મૂકવાની તકનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. સ્થિતિ એવી પણ બની શકે છે કે, 2025માં અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધની શક્યતા વધી જશે.

'નેન્સી પેલોસીની મુલાકાતથી તણાવ વધ્યો'

ઉલ્લેખનીય છે કે, આ સમયે દુનિયાની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા અને ચીન આમને-સામને છે અને આ તણાવ તાઈવાનને લઈને છે. ચીનની ધમકી છતાં યુએસ હાઉસ સ્પીકર નેન્સી પેલોસી ઓગસ્ટ 2022માં તાઈવાન પહોંચ્યા હતાં. ચીને પેલોસીની તાઈવાન મુલાકાત સામે વાંધો ઉઠાવ્યો હતો. ચીને પેલોસીને તાઈવાન ન જવાની સૂચના આપી હતી. ચીને કહ્યું હતું કે, જો અમેરિકા આવું કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

'ચીનના રાષ્ટ્રપતિએ ફોન પર વાંધો વ્યક્ત કર્યો હતો'

નેન્સી પેલોસીની મુલાકાત પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર જિનપિંગે બાઈડેનને કહ્યું હતું કે, અમેરિકાએ 'વન-ચીન સિદ્ધાંત'નું પાલન કરવું જોઈએ. તેમજ ધમકી આપતા કહ્યું હતું કે, જે લોકો આગ સાથે રમે છે, તેઓ પોતે જ બળીને રાખ થઈ જાય છે. જવાબમાં બાઈડેને કહ્યું હતું કે, અમેરિકાએ તાઈવાન અંગેની તેની નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી અને તાઈવાનમાં શાંતિ અને સ્થિરતાને બગાડવાના એકપક્ષીય પ્રયાસોનો સખત વિરોધ કરે છે.

ટોપ સ્ટોરી

ઈરાન પર પહેલીવાર
ઈરાન પર પહેલીવાર "મધર ઓફ ઓલ બોમ્બ" ફેંકશે અમેરિકા? ટ્રમ્પે ખોલ્યું સિક્રેટ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત
ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
હવે ડીઝલ ટ્રકોનો ખેલ ખતમ! માર્કેટમાં આવી રહ્યા છે ઇલેક્ટ્રિક ટ્રક, જાણો ફીચર્સ
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
સુરતમાં નિર્માણ પામશે બીજું ખોડલધામ: અન્નપૂર્ણા ખોડલધામ સંકુલની સત્તાવાર જાહેરાત
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ફાયરિંગની ઘટના, 3 બાળકો સહિત 5નાં મોત, મચી ગઇ નાસભાગ
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
Diwali Bonus 2026: દિવાળી પહેલા સરકારે બોનસની કરી જાહેરાત,જાણો કયા કર્મચારીઓને મળશે?
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
કુલદીપ IN, વૈભવને ફરી તક નહીં, પાંચમી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
Embed widget