શોધખોળ કરો

All Eyes on Rafah ની સ્ટોરી કેમ લગાવી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ? જાણો ક્યારે અને કેમ શરૂ થયું કેમ્પેઇન?

All Eyes on Rafah: બોલિવૂડ, હોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતની ઘણી મોટી હસ્તીઓએ આ સ્ટોરી શેર કરી છે.

All Eyes on Rafah:જ્યારથી ગાઝામાં ઈઝરાયલની સેનાએ ઓપરેશન આક્રમક કર્યું છે ત્યારબાદ તમે જોયુ હશે કે લોકો ઈન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર 'ઓલ આઈઝ ઓન રફાહ' લખેલી સ્ટોરીઝ પોસ્ટ કરી રહ્યા છે અને ફોટોના કેપ્શનમાં આ હેશટેગનો ઉપયોગ કરી રહ્યા છે. રફાહમાં શરણાર્થી શિબિર પર થયેલા હુમલા બાદ ભારત સહિત દુનિયાભરના પ્રખ્યાત લોકો તેનાથી જોડાયેલી સ્ટોરી પોસ્ટ કરી રહ્યા છે. બોલિવૂડ, હોલિવૂડ અને સ્પોર્ટ્સ જગતની ઘણી મોટી હસ્તીઓએ આ સ્ટોરી શેર કરી છે.

All Eyes on Rafah ની સ્ટોરી કેમ લગાવી રહ્યા છે સોશિયલ મીડિયા યુઝર્સ? જાણો ક્યારે અને કેમ શરૂ થયું કેમ્પેઇન?

‘All Eyes on Rafah’ નામનું આ કેમ્પેઇન મોટાભાગે યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં યુદ્ધને લઇને અવેયરનેસ ફેલાવવા માટે એક્ટિવિસ્ટ અને માનવ સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, જેને સામાન્ય લોકોનું સમર્થન મળી રહ્યું છે.

આ સ્લોગનનો ઉપયોગ સૌ પ્રથમ ફેબ્રુઆરીમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડિરેક્ટર રિક પીપરકોર્ન દ્વારા ફેબ્રુઆરીમાં કરવામાં આવ્યો હતો. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શહેર ખાલી કરવાની યોજના જાહેર કર્યા પછી તેમની ટિપ્પણીઓ આવી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને કહ્યું હતું કે ગાઝામાં જે થઈ રહ્યું છે તેના પર નજર રાખવી જોઇએ.

All Eyes on Rafahનો અર્થ શું છે?

આ સ્લોગનનો અર્થ સમગ્ર વિશ્વના લોકોને પેલેસ્ટાઈનમાં બની રહેલી ઘટનાઓ તરફ આંખ આડા કાન ન કરવાની અપીલ કરવાનો છે. ભીષણ લડાઈમાંથી ભાગી ગયેલા લગભગ 1.4 મિલિયન ગાઝાવાસીઓ હાલમાં રફાહમાં આશ્રય લઈ રહ્યા છે અને આટલી મોટી વસ્તી હોવા છતાં ઈઝરાયલ ત્યાં હુમલાઓ કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી પેલેસ્ટાઈન તરફી પ્રદર્શનોમાં આ નારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રફાહમાં ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં 40 પેલેસ્ટિનિયનોના મોત અને ડઝનેક લોકો ઘાયલ થયા પછી All Eyes on Rafahનો સૂત્ર સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યું છે.  'All eyes on Rafah'નો હિંદી અર્થ થાય છે ‘સબકી નજર રફાહ પર હૈ’

 રફાહ શું છે?

 રફાહ એ ઇજિપ્તની સરહદે દક્ષિણ ગાઝા પટ્ટીમાં પેલેસ્ટિનિયન શહેર છે.

ઇન્સ્ટાગ્રામ પર All eyes on Rafah

હેશટેગ #AllEyesOnRafah ની Instagram પર 104,000 થી વધુ પોસ્ટ છે. તે મંગળવારથી ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડમાં છે.

જ્યારે All eyes on Rafah  ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે, ત્યારે પેલેસ્ટિનિયન પત્રકારો દ્વારા પોસ્ટ કરવામાં આવેલા રફાહના વીડિયોને પ્રતિબંધોનો સામનો કરવો પડ્યો છે અને કેટલાક કિસ્સાઓમાં ઇઝરાયેલી એરસ્ટ્રાઇક પછીના તેમના ફોટોને સોશિયલ મીડિયામાંથી દૂર કરવામાં આવ્યા છે. All eyes on Rafah જમીન પર થતી હિંસા દર્શાવતું નથી, જો કે, તે હિંસા બંધ કરવાનો સંદેશ આપે છે.

બોલિવૂડ સ્ટાર્સ આગળ આવ્યા

રફાહમાં રાહત શિબિરો પર થયેલા હુમલા બાદ સામે આવી રહેલી દર્દનાક તસવીરોએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. આ હુમલા પછી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, કરીના કપૂર, વરુણ ધવન, રશ્મિકા મંદાન્ના, સોનાક્ષી સિન્હા, સમંથા રૂથ પ્રભુ, તૃપ્તિ ડિમરી, દિયા મિર્ઝા અને રિચા ચઢ્ઢા સહિત ઘણી ભારતીય સેલિબ્રિટીઓએ પોતપોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર વાયરલ સ્લોગન શેર કર્યું છે પેલેસ્ટિનિયનો સાથે તેમની એકતા વ્યક્ત કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની પત્ની રિતિકા સજદેહ, ઈરફાન પઠાણ અને કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢી જેવા અન્ય ઘણા પ્રખ્યાત લોકોએ પણ આ સ્ટોરી શેર કરીને પેલેસ્ટાઈનીઓ સાથે એકતા દર્શાવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિતિકાને ટ્રોલ્સના વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો, ત્યારબાદ તેણે પોતાની સ્ટોરી ડિલીટ કરી દીધી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Embed widget