શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
અમેરિકા: 103 વર્ષના દાદીએ કોરોનાવાયરસને આપી મ્હાત, બિયર પીને કર્યું સેલિબ્રેટ
અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી એક લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 17 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. અ
નવી દિલ્હી: કોરોના વાયરસથી સૌથી વધુ ખરાબ સ્થિતિ અમેરિકામાં છે. તેની વચ્ચે 103 વર્ષના દાદીએ કોરોનાને મ્હાત આપી છે. અમેરિકાના મૈસાચ્યુસેટ્સમાં રહેતા આ જેનીએ કોરોનાને હરાવવાની ખુશી બીયર પીને મનાવી હતી.
જેનીની પૌત્રી શેલી ગનના જણાવ્યા પ્રમાણે, તેમની દાદીનો તાવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. શૈલીએ જણાવ્યું કે દાદીઓ પોતાની હિમ્મત અને ઈચ્છાશક્તિના દમ પર કોરોના વાયરસને માત આપી છે. તેના બાદ હોસ્પિટલના કર્મચારીઓએ તેમને બિયર પીવડાવીને ખુશીને સેલિબ્રેટ કર્યું.
જેનીનો બિયર પીતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો તેના પર કમેન્ટ્સ અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
અમેરિકામાં અત્યાર સુધી કોરોનાથી એક લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 17 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. અમેરિકાનું ન્યૂયોર્ક શહેર સૌથી વધુ પ્રભાવિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion