શોધખોળ કરો

Tech News: તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ છે એક્ટિવ, આ રીતે મિનિટો જાણી લો

Tech News: જો તમે પણ નથી જાણતા કે તમારા આધાર કાર્ડથી કેટલા નંબર એક્ટિવેટ થયા છે, તો તમારા માટે આ જાણવું ખૂબ જ જરૂરી છે.

Tech News: સિમ કાર્ડ ખરીદવાના નિયમો હવે સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. હવે જો તમે નવો મોબાઈલ નંબર લો છો તો તમારે આધાર કાર્ડ આપવું જરૂરી છે. આધાર કાર્ડ વિના તમે નવું સિમ કાર્ડ ખરીદી શકતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણે આપણો નંબર ઘણી વખત બદલ્યો હોય છે અને આપણને ખબર નથી હોતી કે આપણા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર એક્ટિવ છે. એક આધાર કાર્ડ પર માત્ર મર્યાદિત સંખ્યામાં સિમ કાર્ડ એક્ટિવ કરી શકાય છે, તેથી તમારે જાણવું જોઈએ કે તમારા આધાર કાર્ડ પર કેટલા નંબર ચાલી રહ્યા છે.

ડિજિટલ યુગમાં ઝડપથી વધી રહેલા સાયબર ફ્રોડથી બચવા માટે પણ આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં આપણે આપણું આધાર કાર્ડ ઘણી જગ્યાએ આપીએ છીએ. આવી સ્થિતિમાં કોઈ તેનો દુરુપયોગ પણ કરી શકે છે.  કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે, તમારે સમયાંતરે તપાસ કરતા રહેવું જોઈએ કે તમારા આધાર પર કોઈ નવો નંબર સક્રિય થયો છે કે કેમ?

જો તમે ભૂલ કરશો તો તમારે જેલમાં જવું પડી શકે છે
તમને જણાવી દઈએ કે જો તમારા નામે સિમ કાર્ડ રજિસ્ટર્ડ છે અને તે નંબર પરથી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જોવા મળે છે, તો તમારે જેલ જવું પડી શકે છે. તેથી, તમારા આધાર કાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર એક્ટિવેટ થયા છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે શોધી શકો છો.

સાયબર ફ્રોડ સામે રક્ષણ આપવા માટે, ભારત સરકારે કરોડો મોબાઇલ યૂઝર્સ માટે સંચાર સાથી વેબસાઇટ શરૂ કરી છે. મોબાઈલ યુઝર્સ આ વેબસાઈટમાં અનેક પ્રકારની સેવાઓ મેળવી શકે છે. તમે આ વેબસાઇટ દ્વારા તમારા ખોવાયેલા સ્માર્ટફોનને પણ ટ્રેક કરી શકો છો. આ વેબસાઈટ પર જઈને તમે એ પણ ચેક કરી શકો છો કે તમારા નામે કેટલા સિમ કાર્ડ એક્ટિવેટ થયા છે. વેબસાઈટની સૌથી મહત્વની વાત એ છે કે જો તમારા નામ પર કોઈ નંબર એક્ટિવ છે જે તમે લીધો નથી, તો તમે તેની સામે રિપોર્ટ કરી શકો છો અને તેને બ્લોક પણ કરી શકો છો.

આ રીતે જાણો કેટલા સિમ છે એક્ટિવ

  • સિમ કાર્ડની માહિતી માટે પહેલા https://www.sancharsaathi.gov.in/ વેબસાઇટ પર જાઓ.
  • વેબસાઇટ પર તમારે Citizen Centric Servicesના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • આ વિકલ્પ પર તમને Know Mobile Connections (TAFCOP) નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
  • TAFCOP પર ક્લિક કરતાની સાથે જ તમે નવા પેજ પર પહોંચી જશો. અહીં તમારે તમારો મોબાઈલ નંબર ભરવો પડશે, કેપ્ચા દાખલ કરવો પડશે અને OTP વડે લોગિન કરવું પડશે.
  • વેરિફિકેશન પછી, તમને સ્ક્રીન પર તે બધા નંબરો બતાવવામાં આવશે જે તમારા આધાર કાર્ડ પર સક્રિય હશે.
  • જો તમને એવો નંબર મળે છે જે તમારો નથી, તો તમે Not My Number પર જઈને તેનો રિપોર્ટ કરી શકો છો.

આ પણ વાંચો....

નવા વર્ષમાં Meta નું તગડું પ્લાનિંગ, Facebook અને Instagram પર હવે એકઝાટકે વધી જશે હજારો યૂઝર્સ

ટોપ સ્ટોરી

Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
Orkut Comeback:એક સમયનું લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફરી કરશે વાપસી! ફાઉન્ડરે કરી મોટી જાહેરાત
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઇન્ટરનેટ વગર ચેટિંગ કરવાની સુવિધા આપતી આ એપ્સ બંધ કરવામાં આવશે, સરકારે આપ્યો આદેશ
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
ઘરમાં ગિઝર ચલાવવા માટે કેટલી સોલર પેનલ લગાવવી જોઇએ? સમજો કેલ્ક્યુલેશન
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Vivo V80 FE  ભારતમાં લોન્ચ થશે, મળશે 9000mAh ની દમદાર બેટરી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
Embed widget