શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં 100 દિવસ બાદ 1 લાખથી ઓછા કોરોનાના કેસ સામે આવ્યા, 24 કલાકમાં 38 હજાર સ્વસ્થ થયા, એક હજારથી વધુ મોત
અમેરિકામાં 103 દિવસ બાદ એક લાખથી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 98 હજાર કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે.
વોશિંગટન: કોરોના વાયરસ સંક્રમણના કેસમાં અમેરિકા લાંબા સમયથી નંબર વન પર છે. હવે સંક્રમણ પહેલા કરતા ઓછુ થયું છે. અમેરિકામાં 103 દિવસ બાદ એક લાખથી ઓછા કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અહીં 98 હજાર કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. 1197 લોકોના મોત થા છે અને 38,588 લોકો સ્વસ્થ થયા છે. અહીં અત્યાર સુધીમાં 3 નવેમ્બરથી દરરોજ એક લાખથી વધારે કેસ નોંધાતા હતા.
વર્લ્ડોમીટર મુજબ, કોરોના બીજી સૌથી વધુ પ્રભાવિત દેશ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 22 હજર કેસ સામે આવ્યા અને 251 લોકોના મોત થયા છે. કોરોનાથી ત્રીજા સૌથી પ્રભાવિત દેશ બ્રાઝિલમાં 23 હજાર નવા કેસ સામે આવ્યા અને 483 લોકોના મોત થાયા છે.
અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 કરોડની નજીક પહોંચી રહી છે. અમેરિકામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 26 ડિસેમ્બર સવાર સુધી વધીને 1 કરોડ 92 લાખ પહોંચી ગઈ છે. જેમાં 3 લાખ 38 હજાર લોકોના મોત થયા છે. ભારતમાં એક કરોડ એક લાખ સંક્રમણના કેસ આવી ચૂક્યા છે અને જેમાંથી 47 હજાર લોકોના મોત થયા છે. બ્રાઝિલમાં કુલ સંક્રમિતોની સંખ્યા 74 લાખ છે, અહીં 90 હજાર લોકોના મોત થયા છે.
દુનિયાના 46 ટકા કોરોનાના કેસ અમેરિકા, ભારત અને બ્રાઝિલમાં છે અને 39 ટકા મોત પણ અહીં થયા છે. આ ત્રણ દેશોમાં કોરોનાથી મોતનો આંકડો સાત લાખની નજીક પહોંચ્યો છે. જ્યારે દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા આઠ કરોડ એક લાખને પાર પહોંચી છે અને 17 લાખ 56 હજાર દર્દીઓના મોત થયા છે.
અમેરિકામાં હવે એક્ટિવ કેસ વધીને 76 લાખ 13 હજાર થયા છે. ભારતમાં રિકવરી રેટ 96 ટકા છે એટલે કુલ સંક્રમિતોમાંથી 97 લાખથી વધારે લોકો સ્વસ્થ થયા છે. ભારતમાં 2 લાખ 83 હજારથી વધારે એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion