શોધખોળ કરો
પીએમ મોદીના કાર્યક્રમ પહેલા અમેરિકામાં સંકટ, પુરમાં ડુબ્યા હ્યૂસ્ટન શહેરના કેટલાય વિસ્તારો
હ્યૂસ્ટનના અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબેલા છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બાળકો પાણીમાં રમતા જોવા મળ્યા હતા

હ્યૂસ્ટનઃ અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં પુરની સ્થિતિ સર્જાઇ છે, અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયાના સમાચાર સામે આવ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડોનાલ્ડ ટ્રમ્પ સાથેનો પ્રોગ્રામ યોજાવવાનો છે. હ્યૂસ્ટનમાં જ પીએમ મોદી 26 સપ્ટેમ્બરે ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે ત્યારે અહીં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઇ ગયા છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો પીએમ મોદીનો હાઉડી મોદી કાર્યક્રમ પર અસર પડી શકે છે.
એનઆરજી સ્ટેડિયમમાં યોજાશે પીએમ મોદીનો કાર્યક્રમ હ્યૂસ્ટનમાં પીએમ મોદીનો કાર્યક્રમ એનઆરસી સ્ટેડિયમમાં યોજાશે, આ સ્ટેડિયમના આસપાસના વિસ્તારો પાણીમાં ડુબેલા છે. ઇસ્ટર્નના કેટલાય વિસ્તારોમાં પાણી દસ ફૂટ સુધી ભરાઇ ગયુ હતુ, જેના કારણે ટ્રાફિક સિગ્નલ પણ પુરના પાણીમાં ડુબી ગયુ હતુ.
એનઆરજી સ્ટેડિયમમાં યોજાશે પીએમ મોદીનો કાર્યક્રમ હ્યૂસ્ટનમાં પીએમ મોદીનો કાર્યક્રમ એનઆરસી સ્ટેડિયમમાં યોજાશે, આ સ્ટેડિયમના આસપાસના વિસ્તારો પાણીમાં ડુબેલા છે. ઇસ્ટર્નના કેટલાય વિસ્તારોમાં પાણી દસ ફૂટ સુધી ભરાઇ ગયુ હતુ, જેના કારણે ટ્રાફિક સિગ્નલ પણ પુરના પાણીમાં ડુબી ગયુ હતુ. જોકે, હજુ પણ હ્યૂસ્ટનના અનેક વિસ્તારોમાં પાણીમાં ડૂબેલા છે. તેની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં બાળકો પાણીમાં રમતા જોવા મળ્યા હતા.No arriving flights into Houston today, only few departing flights. Flight operations are estimated to resume tomorrow afternoon per the FAA. Will update if that changes to an earlier time. Check w/ airline on flight status. Roadways approaching IAH are clear at this time. pic.twitter.com/FDXH4JnhQl
— Houston Bush Airport (@iah) September 19, 2019
Independence Heights tour #houwx https://t.co/6pWwG7mm3U
— City of Houston (@HoustonTX) September 19, 2019
વધુ વાંચો





















