શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના ગૃહ મંત્રીને પણ થયો કોરોના વાયરસ, ખુદ ટ્વીટ કરીને આપી જાણકારી
આ પહેલા ઓસ્ટ્રેલિયામાં જ હોલિવૂડ એક્ટર ટોમ હૈંક્સ અને તેની પત્ની રીટા વિલ્સનને પણ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે.
મેલબર્નઃ ચીનના વુહાનથી શરૂ થયેલ કોરોના વાયરસ ભારત સહિત અનેક મોટા શહેરમાં પગપેસારો કરી ચૂક્યું છે. મહામારીનું રૂપ લઈ ચૂકેલ કોરોના વાયરસના પ્રકોપથી વિશ્વભરના સામાન્ય લોકોની સાથે સાથે ખાસ લોકો પણ બચી નથી શક્યા. હવે ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી પીટર ડટનને પણ કોરોના વાયરસ થયો છે. ગૃહ મંત્રી પીટર ડટને ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે.
ગૃહ મંત્રી પીટર ડટને ટ્વીટમાં લખ્યું, ‘આજ સવારે તાપમાન અને ગળામાં તકલીફ સાથે જાગ્યો. મેં તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કર્યો અને ટેસ્ટ કરાવ્યા. બાદમાં મને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો.’તેમણે કહ્યું, ‘હાલમાં સારું છે. સમય સમય પર જાણકારી આપતો રહીશ.’
હોલિવૂડ એક્ટર્સને પણ થયો કોરોના વાયરસ
આ પહેલા ઓસ્ટ્રેલિયામાં જ હોલિવૂડ એક્ટર ટોમ હૈંક્સ અને તેની પત્ની રીટા વિલ્સનને પણ ખતરનાક વાયરસનો ચેપ લાગ્યો છે. સાથે જ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડસનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
ઓસ્ટ્રેલિયામાં મોટા આયોજન પર પ્રતિબંધની જાહેરાત
કોરોના વાયરસને આગળ વધતો અટકાવવા માટે ઓસ્ટ્રેલિયા સરકારે તમામ બિન જરૂરી આયોજનો પર સોમાવરથી પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે જેમાં 500 અથવા તેનાથી વધારે લોકો ભેગા થતાં હોય. આ પ્રતિબંધ સ્કૂલ, યૂનિવર્સિટી, સાર્વજનિક ટ્રાન્સપોર્ટ અને એરપોર્ટ પર લાગુ નહીં થાય. ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને લોકોને કહ્યું કે, કોરોના વાયરસ વૈશ્વિક માહામારીનું રૂપ લઈ ચૂક્યું છે અને લોકોએ પોતાના વિદેશ પ્રવાસને લઈને વિચારવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion