શોધખોળ કરો
Advertisement
આ દેશમાં ડુંગળીની ભારે અછત, વડાપ્રધાને પણ ખાવાની બંધ કરી, ભાવ 220 રૂપિયે કિલો
ભારત દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પાડોશી દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે.
નવી દિલ્હીઃ બાંગ્રલાદેશમાં ડુંગળીની કિંમતમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે. એક સમટે 30 ટકા પ્રતિ કિલો વેચાતી ડુંગળી આજે 260 ટકા પ્રકિ કિલો વેચાઈ રહી છે. સ્થિતિ એ છે કે, બાંગ્લાદેશમાં સરકારને પુરવઠો ઉપલબ્ધ કરાવવા માટે ડુંગળીની પ્લેન મારફતે આયાત કરવી પડી રહી છે. મોંઘવારીને કારણે લોકોની થાળીમાંથી ડુંગળી લગભગ ગાયબ થઈ ગઈ છે. એટલું જ નહીં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના ભોજનની યાદીમાંથી ડુંગળીને હટાવી દીધી હતી.
ભારત દ્વારા નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પાડોશી દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બારતના લીલા દુકાળની સ્થિતિને કારણે ડુંગળીના પાકને ભારે નુકસાન થયું છે જેના કારણે ઉત્પાદન ઓછું થયું છે. દક્ષિણ એશિયાના દેશોમાં ડુંગળી ભોજનનો અગત્યનો હિસ્સો છે અને તે રાજકીય રીતે પણ ઘણું સંવેદનશીલ ખાદ્ય ઉત્પાદન છે.
બાંગ્લાદેશમાં એક કિલો ડુંગળીનો ભાવ સામાન્ય રીતે 30 ટકા (લગભગ 25 રૂપિયા કિલો) રહે છે પરંતુ ભારતમાંથી ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ બાદ પુરવટો ઘટી જતા ડુંગળીના ભાવ ઝડપથી વધીને 260 ટકા (લગભગ 220 રૂપિયા કિલો) પર પહોંચી ગયો.
બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીનાના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હસન જાહિદ તુષારે કહ્યું કે, ડુંગળી પ્લેન મારફતે મંગાવવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાને કહ્યું કે, તેઓએ પોતાના ભોજનમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો છે. ઢાકામાં વડાપ્રધાન આવાસ પર કોઈ પણ ભોજનમાં ડુંગળીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી.
સ્થાનિક મીડિયા અનુસાર ડુંગળીના અનેક ડિલિવરી મુખ્ય પોર્ટ ચટિગાંવ શહેરમાં રવિવારે પહોંચી છે. પ્રજાના રોષને જોતાં મ્યાનમાર, તુર્કી, ચીન અને ઈજિપ્તથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
મનોરંજન
આરોગ્ય
એસ્ટ્રો
Advertisement
gujarati.abplive.com
Opinion